સેન્ટ્રલ ઝોનમાં ૫, વેસ્ટ ઝોનમાં ૩ અને ઈસ્ટ ઝોનમાં ૧ મિલકત સીલ
ટેકસ બ્રાંચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ મિલકતો સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જામનગર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં ૫ મિલકત, વેસ્ટ ઝોનમાં યુનિવર્સિટી રોડ, શિલ્પા પેલેસમાં ૩ મિલકત જયારે ઈસ્ટ ઝોનમાં આજી વસાહત, મીરા ઉધોગ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી રીકવરીમાં આઠ મિલકત સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૧૦.૨ લાખની આવક થવા પામી હતી અને એક મિલકત સીલ કરવામાં આવી છે.