વોર્ડ નં.૯માં નીલ કમલ પાર્કમાં એક મિલકત સીલ
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા શ‚ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરના સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૫૦ બાકીદારોને મિલકત ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. જયારે વેસ્ટ ઝોન વિસ્તારમાં એક મિલકત સીલ કરવામાં આવી છે.
શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૪માં ૨, વોર્ડ નં.૫માં ૫, વોર્ડ નં.૬માં ૨, વોર્ડ નં.૧૫માં ૪, વોર્ડ નં.૧૬માં ૩, વોર્ડ નં.૧૮માં ૧૬ બાકીદારો સહિત ૩૨ આસામીઓ જયારે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર બિઝનેશ ટર્મિનલમાં એક, અન્ય ૪ કોમર્શીયલ યુનિટ, વોર્ડ નં.૧૩માં ઉમાકાંત ઉધોગનગરમાં ચંદુભાઈ ગજજર, લખપતી પંચુભાઈ યાદવ, રાકેશભાઈ પરસોતમભાઈ અને હરેશભાઈ પાંભર સહિત ૫ આસામીઓને તથા ત્રિલોક એન્જીનીયરીંગ રોયલ એન્ટરપ્રાઈઝ અને હરી ઓમ એન્જીનીયરીંગ સહિત ૩ આસામીઓને વોર્ડ નં.૧૭માં અટીકા વિસ્તારમાં જય ખોડીયાર મેન્યુફેકચરર્સ, શિવમ એન્જીનીયરીંગ, હરભોલે એન્જીનીયરીંગ અને જયોત ફર્નિચર સહિત પાંચ આસામીઓ સાથે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૮ને મિલકત ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કચેરીમાં વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૯માં નિલકંઠ પાર્કમાં ‚ા.૫૫,૬૨૨નો બાકી વેરો વસુલવા માટે જયેશભાઈ કેશરીયા નામના આસામીની મિલકત સીલ કરી દેવામાં આવી હતી જયારે વોર્ડ નં.૮,૧૦,૧૧ અને ૧૨માં રીકવરી દરમિયાન ૧૧.૯૦ લાખની વસુલાત થવા પામી છે.