ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્ષ ક્ધસલરન્ટસ સોસાયટીના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

હેમુગઢવી હોલ ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને રાજકોટ ટેક્ષ ક્ધસલટન્ટસ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૮-૧૯ અંગે ગુજરાતના અગ્રણીય કરવેરા સલાહકાર મુકેશભાઇ પટેલ દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૮-૧૯ ની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી.સ્વાગત પ્રવચન આર.સી.સી.આઇ.ના માનદમંત્રી વી.પી.વૈષ્ણએ કર્યુ હતું. તેમજ આસેમીનારમાં આરસીસીઆઇના પ્રમુખ શિવલાલ બારસીયા, આરટીસીએસના પ્રમુખ રણજીત લાલચંદાણી, આરસીસીઆઇ ના ટેક્ષ કમિટિ તેમજ ચેરમેન અરુણ મશરુ અને આરસીસીઆઇ ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સહીતના મહેમાનો ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ આ સેમીનારનો વધુને વધુ લોકોએ લાભ લીધો હોત.vlcsnap 2018 02 05 11h03m27s64

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં નાણામંત્રીએ બજેટ રજુ કર્યુ. એ બજેટમાં વિશેષ અને મુદ્દાસર છણાવટ કરવા માટે મુકેશભાઇ પટેલ એ વિશેષ વકતવ્ય આપ્યું. મુકેશભાઇ પટેલ જે બજેટ સમીતીમાં  છે તેમજ ગુજરાતના અગ્રગણીય અને સારા વકતા છે. ટેકસ પ્લાનર, ટેકસ ક્ધસલ્ટનમાં ખુબ જ આગળ પડતા છે. જયારે પણ બજેટ રજુ થાય છે. તેના પહેલા રવિવારે એમને ખાસ બોલાવવામાં આવે છે અને અમારા વધારેમાં વધારે સભ્યો અને એસોસીયસન તેમજ ટેકસ ક્ધસલ્ટનને જાણ કરી મુકેશભાઇ પટેલનો વધુને વધુ લાભ લે તેવા સેમીનારનું આયોજન કરીએ છીએ.vlcsnap 2018 02 05 11h04m40s24

મુકેશભાઇ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ૨૦૧૮ નું કેન્દ્રીય અંદાજ પત્રમાં અનેક પાસા જેમ કે કૃષિ, ગ્રામીણ, ઇન્ફ્રાસ્ટ્રકચર પેડીંગ દેશના સર્વાગી વિકાસ માટે અનેક વિધ યોજનાઓ સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે નાણામંત્રીશ્રીએ ૨૦૧૯ની ચુંટણી  આવી રહી છે. માટે જ આ કર્યુ છે.

એમ નહીં પણ એમણે દેશના લાંબા ગાળાના વિકાસ માટે સંતિષ્ઠ પ્રયાસ કર્યા છે. બજેટનો શોર્ટ ટમ અને લોંગ ટમ બંને ફીકસ હોય છે. શોર્ટ ટમની વાત કરીએ તો આવક વેરો ભરતા કરદાતાઓ, મઘ્યમવર્ગ એમની એ અપેક્ષાઓ છે. એમને પણ કશું લાભ મળે પરંતુ જોઇએ એટલા સંતોષાય નથી. પગારદારોની લાગણી છે કે તમે અમને એકતરફ ૪૦,૦૦૦ નું સ્ટેન્ડર એકશન કપાત કરમુકિતઓ હતી એ પછી ખેંચી લીધી તો એ દિશામાં સરવાળે અમારા હાથમાં કશું રહેતું નથી. તો તેનો ચકકસ વિચાર કરી શકાય. બીજી જે મહત્વની આવકવેરાને સ્પર્શતી જોગવાય છે. તે લોંગ ટમ કેપીટલ ગેન્સનો ટેકસ જે પુન: પ્રસ્થાપીત કરવામાં આવ્યો છે શેર માર્કેટ ઉપર અને શુક્રવારે એ સ્પષ્ટતા પણ નહોતી કે ફીટીડ ઇન્સ્ટીટયુશન ઇન્વેસ્ટર્સને ગ્રેન્ડ ફાધરીંગનો લાભ મળશે નહીં.

માર્કેટ પુરુ થયું પછી ઓફીસીયલ એનાઉન્સ મેન્ટ થયું છે. લાભ મળશે. તો સોમવારે માર્કેટ ખુલતા એની અરસ જરુર દેખાશે. બજેટનું મુલ્યાંકન કયારેય માત્ર શેરબજારની ચાલ ઉ૫ર ન થવું જોઇએ. આજે ઘણી બધી ચર્ચાઓ કરી નાણામંત્રીનું એ લક્ષ્યએ હતું કે શેર બજારમાંથી જે ટેકસ સ્વરુપે નાણા મળે એને દેશના વિકાસને માર્ગે ખર્ચી શકે બીજો દ્રષ્ટિકો એ પણ હતો કે મોટાભાગના દેશોમાં કેપિટલગેન્સનો ટેકસ, માર્કેટ ટ્રાન્ઝેકશન છે તો ભારતમાં કેમ નહી અને ૧૦ ટકા નો દર છ એ અન્ય દેશોની સરખામણીએ તેને ઉંચો ન ગણી શકાય અન્ય દેશોમાં ૧૫ ટકા,  ૨૦ ટકા પણ છે. સમગ્ર રીતે ઘણીબધી બાબતોમાં કરદાતાઓને જોઇતું નથી મળ્યું છતાં પણ જે કંઇ આપવામાં આવ્યું છે એને રચનાત્મક રીતે લેવું જોઇએ. વરીષ્ઠ વયના નાગરીકોને આ અંદાજપત્રમાં ખુબ રાહત આપવામાં આવી છે. જે અંદાજપત્રનું જમાપાસુ છે આ અંદાજપત્રની સમીક્ષા આજે થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.