પૂર્વ સાંસદને એક સપ્તાહમાં પોતાના આવાસો ખાલી કરી દેવા તાકિદ
નવી દિલ્હીમાં સરકારી આવાસ પર પૂર્વ સાંસદોના કબ્જા સામે સંસદીય સમીતીની બેઠકે આકરી કાર્યવાહીની કવાયત હાથ ધરીને પૂર્વ સાંસદોને એક અઠવાડીયામાં જ પોતાના આવાસો ખાલી કરી દેવા તાકીદ કરી છે. નવા ચુંટાયેલા સાંસદો અને સરકારી પદાધિકારીઓને સમયસર મકાન ફાળવાઇ જાય તે માટે આવાસ સમિતિએ પૂર્વ સાંસદોને તાત્કાલીક મકાન ખાલી કરાવવા ત્રણ દિવસમાં જ આવા તમામ ચીપકુ સાંસદોના ફલેટ અને બંગલોઓના વિજળી અને નળ કનેકશન કાપી નાંખવાની કવાયત હાથ ધરી છે.
સરકારની આવાસ સમિતિ ધારા ૩૦૦ સાંસદો ને આવાસો ફાળવવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી ઘણા લોકો જુના સાંસદોના કબ્જા ના કારણે નવા ઘરમાં શીફટ થઇ શકતા નથી. આ ચિપકુ પૂર્વ સાંસદો પાસેથી મકાન ખાલી કરાવવા માટે વીજળી અને પાણીના કનેકશન કાપી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંસદીય આવાસ સમીતીના ચેરમેન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પૂર્વ સાંસદોને નિશ્ર્ચિત મુદતમાં એક કે બે મહીનામાં મકાનો ખાલી કરવાના હોય છે પરંતુ કેટલાંક લોકો આ નિયમો પાળતા નથી.
સોમવારે મળેલી બેઠકમાં આવાસ સમીતીને ઘ્યાને આવ્યું હતું કે હજુ ર૦૦ જેટલા પૂર્વ સાંસદોએ તેમના અનુગામીઓ માટે મકાનો ખાલી કર્યા નથી નિયમ મુજબ પૂર્વ સાંસદોને નવી સરકારની રચના થાય ત્યારબાદ એક કે બે મહિનામાં મકાન ખાલી કરી દેવાના હોય છે. ૧૬મી લોકસભાનું વિસર્જન રપમીએ એ કરવામાં આવ્યું હતું. તેથી રપમી જુન સુધીમાં તમામ સાંસદોએ મકાન ખાલી કરી દેવા જોઇએ. પરંતુ હજુ ર૦૦ થી વધુ પૂર્વ સાંસદોઘરનો કબ્જો છોડતા ન હોવાથી આવા ચિપકુ સાંસદો ના નળ અને વિજળી કનેકશન કાપવાનું નકકી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ટવીટ કર્યુ હતું કે સસંદનું નવું સત્ર શરુ થયું છે ત્યારે સાંસદોને ઘર માટે મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા થવી જોઇએ તમામને આવાસ નિવાસની વ્યવસ્થા માટે ૩૬ ડુપ્લેક્ષનું ઉદધાટન કરતી વખતે વડાપ્રધાને ટવીટ કર્યા બાદ બીજા દિવસે જુના સાંસદોના મકાન ખાલી કરવાની ઝુંબેશ જોરશોરથી શરુ કરવામાં આવી હતી.
૧૭મ લોકસભાના શરુઆત બાદ અત્યાર સુધી હજુ ઘણા મંત્રીઓ સત્તાવાર નિવાસસ્થાન માટે રાહ જોઇ રહ્યા છે તેમના પુરોગામી મંત્રીઓ સરકારી આવાસ ખાલી કરે પછી આ મંત્રીઓને મકાન મળશે.
સોમવારે સંસદની આવાસીય સમીતીની બેઠકમાં જે પૂર્વ સાંસદો ધારા સભ્યોએ હજુ સુધી સરકારી નિવાસ ખાલી નથી કર્યા તેમના વિજળી અને નળ કનેકશન ત્રણ દિવસમાં જ કાપી લેવામાં આવશે. સરકારી સુવિધાઓ કુરશી અને હોદાઓ એક વખત મળી ગયા પછી મુકવાનું કોઇને મન નથી થતું તે કહેવત ચિપકુ પૂર્વ સાંસદોએ પુરવાર કર્યુ છે.