હિતેશ રાવલ, સાબરકાંઠા: તાઉતેએ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે તબાહી મચાવી હતી. જેમાં સાગર ખેડૂતોથી લઈ અન્નદાતાઓ સુધી બધાને ભારે નુકસાની થઈ હતી. વર્ષમાં એક વાર આવતો કેસર કેરીનો પાક પણ તાઉતેએ જમીનગ્રસ્ત કરી નાખ્યો હતો. આજે તાઉતે વાવાઝોડાના દોઢ-બે મહિના બાદ પણ તેની અસર જોવા મળી રહે છે. તાઉતેએ જે વીજપોલ જમીનગ્રસ્ત કર્યા હતા, તેને પાછા ફરી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ તેમાં પણ તાઉતેનું તાંડવ વચ્ચે આવ્યું છે.
અમરેલીના બગસરામાં નદીપરા વિસ્તારમાં વીજપોલ ભરેલો ટ્રક ફસાય ગયો હતો. તાઉતેના કારણે બગસરા પંથકના વાડી વિસ્તારોમાં જે વીજપોલ જમીનગ્રસ્ત થયા હતા. તે બાબતનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જમીનગ્રસ્ત વીજપોલની જગ્યા એ બીજા વીજપોલ ઉભા કરવામાં આવશે.
આ નવા વીજપોલ લઈ ટ્રક બગસરા પંથકના વાડી વિસ્તારોમાં જતો હતો. જયારે નદીપરા વિસ્તારમાં ટ્રક ફસાય ગયો હતો. ટ્રક ડ્રાઈવર પૂરતો ટુર્ન ના લગાવી શક્યો જેના કારણે ટ્રક રસ્તામાં ફસાય ગયો હતો. ટ્રકનું એક પૈડું ખાડામાં ફસાયું અને રોડ વચ્ચે ટ્રક અટકી પડ્યો.