અમરેલી જીલ્લામાં ‘તાઉતે’ વાવાઝોડાએ તબાહીના દ્રશ્યો સર્જયા હતા. આર્થિક દ્રષ્ટિએ પણ વ્યાપક નુકશાન  થયું છે. સતાવાર રીતે ચારથી અમરેલીના સાવરકુંડલા જાફરાબાદ રાજુલા સહિત આજુબાજુના તમામ વિસ્તારોની હાલત કફોડી થઇ છે.  વધુના મોત થયા છે. 48 કલાક બાદ પણ હજુ લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

દિવથી પ્રવેશ કરીને ઊના જાફરાબાદ રાજુલા સાવરકુંડલા સહિત ના આજુબાજુ ના તમામ વિસ્તારો ને હડફેટે લીધા ભારે પવન સાથે ભયંકર વરસાદ  સત્તાવાર રીતે 4 થી વધુ લોકોના મોત ” વીજ પુરવઠો ઠપ્પ મોબાઈલ ના તમામ નેટવર્ક ઠબ્બ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો એ નજરે જોયું મોત પોતપોતાનો બચાવ કરવા લોકો ઘર ખુલ્લાં મૂકી દોડ્યા : સાવરકુંડલા સહિત ના વિસ્તારોમા મકાન થયાં જમીન દોરી ..

IMG 20210520 WA00041

વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં સતાવાર કે બિન સત્તાવાર વિગતો બહાર આવી શકતી નથી .ભર ઉનાળે નદીયું થઈ બે કાંઠે  થઇ હતી.અમરેલી જીલ્લામાં હોનારથ જેવાં  દ્ર્શ્યો સાવરકુંડલા જાફરાબાદ રાજુલા સહિત ના આજુબાજુ નાં તમામ વિસ્તારો માં તબાહી મચી ગઇ હતી.વાવાઝોડા ના 48 કલાક બાદ સાવરકુંડલા રાજુલા જાફરાબાદ સહિતના વિસ્તારો વીજળી – પાણી મોબાઈલ નેટવર્ક થી વિહોણાં ; ગ્રામ્ય રસ્તાઓ બ્લોક  વૃક્ષો થયા જમીન દોસ : વિજળી ના થાંભલાઓ પડ્યા રોડ પર અને મકાનો પર તો ક્યાંક મકાનો પણ બન્યા જમીન દોસ લોંકો પર મકાનો પડ્યા તો મકાનો પર વૃક્ષો પડ્યા ગામડાઓ થયાં ખેદાન મેદાન ..

તાઉ”તે વાવાઝોડાં ને કારણે લાખો પશુ પક્ષીઓ  પ્રાણીઓ અને અબોલ જીવોના ભયાનક રીતે મોત ’ લોકો એ મોત નો સામનો કર્યો હતો.અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં 7 ઈચ વરસાદ સાથે ભારે પવન તો અમરેલીમાં 5 ઇચ વરસાદ તો રાજુલામાં 7 ઇચ વરસાદ અને બગસરામાં 9 ઇચ વરસાદ સાથે ભારે પવન ના કારણે તબાહી મચી જવા પામી ..કેરી ના પાકનો સોથ વળી ગયો તો ચણા સીંગ દાળ સહિત નું કરોડો રૂપિયાનું નુકસાન  થયું છે. સાવરકુંડલાના લોકો  છતા પાણીએ પાણી વગરના લોકો રોડ પર ખાવાનું શોધવા નીકળ્યા તો ક્યાંક પાણી શોધવા નીકળ્યા હતા.અમરેલી જિલ્લાના કેટલાક પેટ્રોલ પંપો હવામાં ઉડ્યા તો કેટલાક જીનની છતો ઉડી જયારે રોડ રસ્તાઓ પર વૃક્ષો થયાં ધરાશાઈ જેના કારણે વ્હાન વ્હવાર ઠપ્પ થઇ જતા હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે. સ્થિતિ કયારે સામાન્ય થશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

IMG 20210520 WA0012 c

આસમાની સુલતાનીએ ભારે દંડ વસુલ્યો જેની ભરપાઇ મુશ્કેલ…

અમરેલી પંથકમાં ‘તાઉતે’ વાવાઝોડા મારફત આસમાની સુલતાની એ ભારે દંડ વસુલ્યો છે. જેની ભરપાઇ કરવી મુશ્કેલી બની છે.સાવરકુંડલા જાફરાબાદ રાજુલા સહિત ના આજુબાજુ ના તમામ વિસ્તારો થયાં લાઈટ પાણી અને નેટવર્ક વિહોણાં . વીજ પુરવઠો થયો ઠપ્પ વૃક્ષો થયા ધરાશાઈ તો મકાનો પણ થાય જમીન દોસ્ત લોકો પર મકાનો પડ્યા “તો મકાનો પર વૃક્ષો અને થાંભલાઓ પડ્યા જેથી વીજ પુરવઠો બંધ જેથી સત્તાવાર વિગતો મેળવી શકાય તેમ નથી : સતત 14 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદ અને 135 થી વધૂની જડપે ફૂકાયો પવન નીચાણ વાળા વિસ્તારમા તબાહી મચી મકાનો થયાં જમીન દોસ : ગરીબ અને મધ્યમવર્ગીય લોકો થયાં ઘર બાર વગરના થઇ ગયા છે.અમરેલી જિલ્લામાં રાજકીય આગેવાનો ધારાસભ્યો સાંસદ સભ્યો અને ભામાસાઓ ઉધોગપતિઓ લોકોની મદદ માટે બહાર આવે તે જરૂરી અને ગરીબ લોકોની વેદનાં સાંભળે તેવી અપીલ કરાઇ છે.

સાવરકુંડલા સહિત ના વિસ્તારો માં પીવાના પાણીની લાંબી લાઈનો લાગી ..ભારે પવન અને વરસાદ ના કારણે લાખો પશુઓ ના ભયંકર રીતે મોત “તાઉં’ તે એ મચાવી તબાહી વાવાઝોડાએ લીધા લાખો અબોલ જીવોના જીવ સાવરકુંડલા ના મહુવા રોડ પર એકસાથે કેટલાક બકરાઓ અને ગાયો તેમજ ભેંસો અને વગેરે પશુ પક્ષીઓ પ્રાણીઓ ના થયા ભયાનક રીતે મોત “તાઉં’ તે એ મચાવી તબાહી ભારે પવન ના કારણે સાવરકુંડલા સહિત ના અનેક વિસ્તારોમાં ભારે આર્થિક નુકશાન થયું છે.વાવાઝોડાને કારણે જગત નો તાત ગણાતા ખેડૂતો મૂંઝવણ માં મુકાયા છે તો બીજી બાજુ ગરીબ અને મધ્યમવર્ગીય લોકો મકાન વગરના થયા છે તો ક્યાંક ખાવા માટે અનાજ પણ નથી  અમરેલી ના જાફરાબાદ રાજુલા સાવરકુંડલા સહિત ના આજુબાજુ ના પંથકમાં આવી કપરી પરિસ્થિતિ સર્જાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.