પ્રોપ્રેટ, લાઇનર, શેડો, વોટર કલર પ્રકારના ટેટુનો ક્રેઝ વધુ: ટેટુ શરીર માટે નુકસાન કરતા ન હોવાનો ટેટુ આર્ટીસ્ટોનો મત
અબતક, રાજકોટ: રાજકોટની જનતા રંગીલી છે તે પછી ખાવા પીવાના હોય કે પહેરવા – ઓઢવાનું સમયની સાથે વધતી જતી ફેશનની વાત કરી એ તો દિવસે ને દિવસે રાજકોટની જનતામાં ટેટુનો ક્રેઝ ખુબ જ વધતો ગયો છે. તેમાં હાલના નવયુવાનોમાં અલગ અલગ ફેશન પ્રમાણે ત્યાં ટેટુ ખુબ જ જોવા મળે છે. સાથે જ યુવતિઓમાં પણ ટેટુ ના લગાવ જોવા મળે છે આજની યુવતિઓ પણ ફેશન પ્રમાણે ના ટેટુ કરાવતી જોવા મળે છે. ટેટુમાં પણ પ્રોપ્રેટ, લાઇનર, શેડો, વોટર કલર જેવા પ્રકારના ટેટુ નો ક્રેઝ વધારે માર્કેટમાં જોવા મળે છે. હાલ તેમાં પણ કપલ ટેટુ તરફ લોકો વધારે વળતા જોવા મળે છે. પહેલાના જમાનામાં લોકો શોખ માટે ત્રાજ પડાવતા પણ હાલની ફેશન માટે ટેટુ તરીકે ઉભરી આવ્યું છે. પહેલા ના જમાનામાં ત્રાજ ધાર્મિક તથા કોઇપણ માનનીય વ્યકિતની યાદી માટે કરાવતા ત્યારે અત્યાર લોકોમાં ટેટુ ના રુપમાં ફેશન બની ગયું છે.
કોઈપણ વ્યકિત ટેટુ કરાવે ત્યારે ખાસ હાઈજીન પર ધ્યાન રાખે: ધૈવત લખલાણી
આરડીએસ ટેટુ સ્ટુડિયોનાં ધૈવત લખલાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ દિવસેને દિવસે રાજકોટમાં ટેટુનો ક્રેઝ વધતો જાય છે. લોકોમાં ડિઝાઈનને લઈને ઈમ્પ્રુવમેન્ટ આવી રહી છે. લોકોનું એવું છે કે ઘણાને નામ જોઈએ છે. પોતાના પ્રેમી, કે માતા-પિતા, ફ્રેન્ડ વગેરેને લગતા ટેટુ બનાવી આપીએ છીએ પરમેનેન્ટ ટેટુમાં સ્ક્રીનના ત્રીજા લેયરમાં તેનું વર્ક થાય છે. જે નીડલ્સ (સોય)થી કામ થાય છે. અને ટેમ્પરરી ટેટુ જે કમ્પ્રેસરથી સ્પ્રે કરીને ડીઝાઈન બનાવતા હોય છે. ટેટુ માટે વપરાતી શાહીમાં ગ્રીસલીન તથા મેડીકલ ઈમ્પ્રુવ થયેલા બીજા મટીરીયલ હોય છે. જે ફોરેનમાંથી આવે છે. ટેટુએ એક સર્જરી જેવું છે. એ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કોઈ વ્યકિતની સ્ક્રીન સાથે કામ કરવાનું હોય છે માટે તે ઈન્ફેકશન ન કરે તે વાતનું ખાસ ધ્યાન રખાય છે. મુંબઈના ઘણા આર્ટિસ્ટો કલાક ઉપર પૈસા લેતા હોય છે. હું પોતે ઈ.સી.એન્જીનીયર છઉં અને ઈન્ટેરીયર ડિઝાઈનર પણ છું તેથી આ મારો પહેલેથી જ શોખ હતો. અબતકના માધ્યમથી હું કહીશ કે તમે ટેક બનાવવા જયાં પણ જાવ ત્યાં તેનું વર્ક જોવો કેટલુ હાઈજીન મેન્ટેન કરે છે તે જોવો કારણ કે તમે તમારી સ્ક્રીન સાથે કામ કરી રહ્યા છો તો તેની સાઈડ ઈફેકટ થઈ શકે છે. તો ખાસ તમે હાઈજીન પર ધ્યાન રાખવું.
ટેટુ ૧૮ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ કરાવી શકે: પ્રતિકભાઈ
સેમ ટેટુઝના પ્રતિક ભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં ટેટુનો વધારે શોખ છે. અલગ અલગ ચોઈસ વાઈઝ ટેટુ બનાવતા હોય છે. નામ ડીઝાઈન જાપાનીઝ વગેરે ટાઈપના છે બનાવે છે. ટેટુની કિંમત ઈંચ વાઈઝ છે. મેં દિલ્હીમાં ટેટુ બનાવવાનો કોર્ષ કર્યો છે. ટેટુ તમે ૧૮ વર્ષ પછી કરાવી શકો છો. હું દિવસના દરરોજ ૬ થી ૭ ટેટુ બનાવું છું ટેટુથી કોઈ નુકશાન થતુ નથી ટેટુ બનાવ્યા પછી આફટર સેફટીમાં ધૂળ તડકાથી બચવા વગેરે ધ્યાન રાખવું જોઈએ.
હવે ટેટુમાં વપરાતુ મટીરીયલ સ્ક્રીન માટે નુકશાનકારક નથી: ભરત સોલંકી
કે.એલ. સલુનના ઓનર ભરત સોલંકીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હું ટેટુ આર્ટિસ્ટ છું હેર સલુન ચલાવું છું રાજકોટમાં ટેટુનો ક્રેઝ ડે બાય ડે વધતો જાય છે. પહેલા કરતા સારો છે. જેન્ટસ નામ લખાવે છે કો, સ્પેસીફીક હોય તો એને ફોલો કરે છે. ટ્રાયબલ ડિઝાઈન બનાવે છે. લેડીઝ હોય તો બટર ફલાય, ફૂલ વગેરે બનાવે છે. ટેટુના જનરલી બે પ્રકારો હોય છે. ટેમ્પરરી અને પરમેનેન્ટ ટેટુમાં વપરાતું મટીરીયલ હવે અપગ્રેડ થઈ ગયું છે જે સ્ક્રીનમાં મીક્ષ થઈ જાય છે. અને નુકશાન પણ કરતુ નથી ટેટુની કિંમત પ્રોફેશનલ લોકો ૫૦૦થી ૫૫૦ પર ઈંચથી શરૂ કરે છે. હું ટેટુ બનાવતા લંડનમાં મારા મામા પાસેથી શીખ્યો જયારે તે ભારત આવ્યા હતા. ગ્રાહકોની ડીમાન્ડ અલગ અલગ હોય છે. બધાને બેસ્ટ દેખાવું છે. અલગ દેખાવું છે. એટલે કંઈક યુનિક માંગે છે. જનરલી ટેટુ બનાવવા કોઈ ઉંમર હોતી નથી પરંતુ પંચાવન વર્ષ સુધી કરાવી શકાય છે. પરમેનેન્ટ ટેટુ બે રીતે રીમુવ થઈ શકે છે. લેઝર ટ્રીટમેન્ટથી અને પ્લાસ્ટીક સર્જરીથી થઈ શકે છે. પહેલાના સમયમાં જે છુંદણુ બનાવતા તે મહેંદી ચા પતિમાંથી બનાવતા જે થોડો સમય રહે છે. પછી નીકળી જાય છે. જયારે અત્યારના ટેટુ લાઈફટાઈમ રહે છે.
ટેટુની સ્કીન પ્રમાણે ઈફેકટ પડતી હોય છે: કબીર મકવાણા
ઝેડ ટેટુ સ્ટુડિયોના કબીર મકવાણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં અત્યારે ટેટુનો જોરદાર ક્રેઝ છે. માવરી, ટ્રાયબલ પોર્ટેડ વર્ક, રીયાલીઝમ, ગ્રેવવર્ક, વોટરકલર, વગેરે જેવા પ્રકારો છે. ટેટુ બનાવતા નોર્મલી કોઈ નુકશાન થતુ નથી જોકે આ સ્ક્રીન ડીપેન્ડેન્ટ વસ્તુ છે. જેની જેવી સ્ક્રીન એવી એની ઈફેકટ હોય છે. તથા થોડીક કેર પણ કરવી પડતી હોય છે. જેમકે ગ્લવ્ઝ ચેન્જ કરીએ છીએ ઈન્ક પણ ચેન્જ કરીએ છીએ મેં ટેટુનો કોઈ પ્રોફેશનલી કોર્ષ કર્યો નથી મરી જાતે જ યુ ટયુબ પરથી સીખ્યો છું બધાની અલગ અલગ પ્રાઈઝ હોય છે. જેમકે મારી ૩૦૦ થી ૩૫૦ જેવી છે. ટેટુ બનાવવા માટે ૧૮ વર્ષની ઉંમર હોવી જોઈએ. પહેલા આપણે છુંદણા કરાવતા એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી છે અને અત્યારનું જે ટેટુ છે. એ એચ.ડી. ટીવી. છે. કાષઈનો ફોટો કે એવું કંઈ બનાવવું હોય તો તે છુંદણામાં સંભવ નથી જયારે ટેટુમાં તે સંભવ છે.ટેટુ એકજાતનો દરિયો છે. દરેક પોત પોતાના માઈન્ડથી બનાવતા હોય છે. એટલે રોજ નવું નવું આવતું રહે છે. બ્લડને લગતા કોઈ રાગે ન થાય તેમાટે ૬ મહિના સુધી તમે બ્લડ ડોનેટ કરીન શકો ૬ મહિના પછક્ષ તમે કરી શકો છો.
ટેટુ બનાવ્યા બાદ અમે ગ્રાહકનું બે-ત્રણ દિવસ સુધી ફોલોઅપ લઇએ છીએ: હેમલ બારોટ
ટેટુ અડાના ઓનર હેમલ બારોટે ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ અત્યારે રાજકોટમાં છેલ્લા એક દોઢ વર્ષમાં જે ટેટુ બનાવવાની અવેરનેસ આવી છે. પહેલા લોકો જે આવતું તે બનાવી લેતા. હવે લોકોને ખબર પડે છે કે કયાં બનાવવું શું બનાવવું એ ખબર પડવા લાગી છે. પહેલા જે છુંદણા દતાન્તે આપણી વારસાગત પરંપરા હતી. ત્યારે પોતે જાતે જ હોમમેડ ઇન્ક બનાવતા સોયથી જાતે જ ટેટુ બનાવતા હતા. અત્યારે એ બધી વસ્તુમાં આવા પ્રકારની સારામાં સારી ટેકનોલોજી આવી ગઇ છે. જેમાં પ્રોપર ઇન્ક, નીડલ નોયુઝ કરવામાં આવે છે. જે બધુ હાઇજેવીક જ વાપરવામાં આવે છે. ટેકના ઘણા બધા પ્રકારો છે પણ ભારત અને એમાં રાજકોટમાં ચાલતા ૩ થી ૪ પ્રકારો છે. જેવા કે લાઇન વર્ક, શેડીંગ, થ્રીડી ટેટુ, કલબ ટેટુ એવા પ્રકારના રેડ વધુ ચાલે છે. અમે અમારા કસ્ટમરની સેફટી માટે દરેક વસ્તુ હાઇજેનીક વાપરીએ છીએ. ટેટુ કરાવ્યા પછી કસ્ટમેર કાળજી રાખવી પડતી હોય છે. જેનું અમે બે ત્રણ ફોલોઅપ લેતા હોઇએ છીએ. કસ્ટમરે ટેટુ બનાવ્યા પછી ડેઇલી તેને વોસ કરવું પડે છે. ક્રીમ લગાવડવી પડે છે.
કસ્ટમરની સેફટી માટે બધી વસ્તુ હાઈજેનીક વાપરવામાં આવે છે: નિશાંત પટેલ
શિવ ટેટુના નિષાંતભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ અત્યારે રાજકોટમાં ટેટુનો ક્રેઝ બોયઝ અને ગર્લ્સ બંનેમાં જોવા મળે છે.પહેલા એકએક નાના નાના ટેટુ કરાવતા અત્યો મોસ્ટલી ફુલ હેન્ડ ફૂલ બેક જેવા ટેટુ કરાવે છે. ગ્રાહકો આપણા કલ્ચર પ્રમાણે નેઈમ (નામ) ડીઝાઈન ભગવાનના નામ વધારે કરાવે છે. અત્યારે બધા અલગ અલગ કેટેગરી પ્રમાણે કરાવે છે. ટેટુ માટે વપરાતુ કેમીકલ યુ.એસ.ના કેમીકલ રીસર્ચ સેન્ટરમાંથી તપાસીને આવે છે. જેમાં અલગ અલગ કંપની પ્રમાણે કલરના સેઈડીંગ જોવા મળે છે. હાલ ગ્રાહકોમાં વેડીંગની ડિમાન્ડ નાના ટેક બનાવવાની હોય છે. અને બોયઝમાં ધીમેધીમે મોટા ટેકસ પર જતી રહી છે. કોઈ મુવી સ્ટારને જોઈને બોયઝ મોટા ટેટુ બનાવત હોય છે. કસ્ટમરની સેફટી માટે બધી વસ્તુ હાઈજેનીક વાપરવામાં આવે છે. નીડલ વગેરે યુઝ એન્ડ થ્રો કરવામાં આવે છે. તથા ગ્લોઝ નો પણ યુથ એન્ડ થ્રો કરીને ઉપયોગ કરવામાં આવે છે.