કલ કે કલાકાર કાર્યક્રમમા નૃત્યાંગનાઓની પયજનિયાએ દર્શકોને કર્યા મંત્રમુગ્ધ
હેમુગઢવી હોલ ખાતે બે દિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ કલ કે કલાકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કાર્યક્રમના બીજા દિવસે મહિલા મોરચાના પ્રમુખ તેમજ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ દિપ પ્રાગટય કરીને કલાગુરુઓને મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ આપવામાં આવ્યા હતા. આ તકે પંકજભાઇ ભટ્ટની પત્ની પણ હાજર રહ્યા હતા.
આ તકે અંજલીબેન ‚પાણીએ ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી તથા નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. તેમજ કલાગુરુઓ અને કલ કે કલાકાર અંતર્ગત નૃત્યકારોને વધુને વધુ આગળ વધે તેમજ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ તકે ભાજપ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ શાસ્ત્રીય નૃત્ય કલા મહોત્સવના આયોજનની પ્રસંશા કરી હતી તેમજ બધાં જ કલાકારો ખુબ મોટી નામના મેળવે અને પોતાના ગુરુ તેમજ તેમના માતા-પિતા તેમજ રાષ્ટ્રનું નામ ઉજળુ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવના બીજા દિવસે કલા ગુરુઓ અનંત મેનન, અપર્ણા મેનન, મેધાબેન ઠાકર, વનિતાબેન નાગરાજન, જીજ્ઞેશભાઇ સુરાણી, તેમજ કલ કે કલાકાર અંતર્ગત કિષ્ના સુરાણી, જન્મા વસાવડા, જૈનાલી જસાણી શિવાની પટેલ, નિધિ દવે અને પલક જૈન દ્વારા ઉત્તમ નૃત્યકૃતિ રજુ કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉ૫સ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો.