સરકારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો પર GST દર 12% ઘટીને 5% કરી દીધો છે. ત્યારબાદ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓએ કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. એવામાં ટાટા મોટર્સે પોતાની ઈલેક્ટ્રિક કાર ટિગોરની કિંમત ઓછી કરી દીધી છે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આ ડિસ્કાઉન્ટથી દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓની સંખ્યા વધશે એવી અપેક્ષા છે.
ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક કાર ટિગોરની કિંમતમાં 80,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેને લાગુ પણ કરી દેવાયો છે. ડિસ્કાઉન્ટ પછી ટાટા ટિગોર EVની કિંમત 11.92 લાખ રૂપિયાથી ઘટીને 11.58 લાખ રૂપિયા થઈ ગઈ છે. જો કે, અગાઉ આ કારની કિંમત 12.35 લાખ રૂપિયાથી લઇને 12.71 લાખ રૂપિયા સુધી હતી. આ કિંમતમાં ફેમ યોજના હેઠળ મળતી કર સબસિડી અને કર સંગ્રહનો સમાવેશ થતો નથી.
ટાટા ટિગોર EVમાં 72V,3 ફેઝવાળી એસી ઈન્ડક્શન મોટર મળશે, જે 4500 RPM પર 40 Bhp અને 2500 RPM પર 105 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ તેમાં સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશ્. ટાટા મોટર્સનો દાવો છે કે ટિગોર 12 સેકંડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેમજ તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. આ કારનું કુંલ વજન 1516 કિલો છે.