૨૦૧૮-૧૯માં ઈલેકટોરલ ટ્રસ્ટ મારફતે ભાજપને ૪૭૨ કરોડનું ચુંટણીફંડ મળ્યું જેમાંથી ટાટા દ્વારા ૩૫૬ કરોડ રૂપિયા મળ્યા

૨૦૧૮-૧૯માં ચુંટણી સમયે તમામ પક્ષોને ચુંટણીફંડ રૂપે ફંડ મળતું હોય છે ત્યારે ૨૦૧૮-૧૯માં બીજેપીને ચુંટણી ફંડ પેટે ૭૫ ટકા જેટલી રકમ ટાટા દ્વારા મળી હતી. કુલ ૪૭૨ કરોડ રૂપિયાનાં ચુંટણીફંડમાંથી ૩૫૬ કરોડ રૂપિયા એટલે કે કુલ ચુંટણીફંડનાં ૭૫ ટકા જેટલી રકમ ટાટા ગ્રુપનાં પેટ દ્વારા મળી હતી. જયારે કોંગ્રેસને કુલ ૯૯ કરોડ રૂપિયાનું ઈલેકટોરલ ટ્રસ્ટમાંથી ફંડ મળ્યું હતું જેમાં કુલ ફંડમાંથી ૫૬ ટકા એટલે કે ૫૫.૬ કરોડ રૂપિયા પેટ મારફતે મળ્યા હતા. આ તમામ આંકડા ઈલેકશન કમિશનને તમામ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા રીપોર્ટ બાદ સામે આવ્યા છે. ચુંટણીફંડમાં કોર્પોરેટ કંપની દ્વારા રૂલીંગ પાર્ટીને ૨૦૧૭-૧૮માં કુલ ૧૬૭ કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. જયારે કોંગ્રેસને માત્ર ૧૨ કરોડનું જ ફંડ આપવામાં આવ્યું હતું. આંકડાકિય માહિતી લેવામાં આવે તો કોંગ્રેસ કરતા ભાજપને ૮ ગણું વધુ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે.

પેટ એટલે કે પ્રોગ્રેસીવ ઈલેકટોરલ ટ્રસ્ટ કે જેને તૃણમુલ કોંગ્રેસને પણ ૪૩ કરોડ રૂપિયાનું ફંડ ગત નાણાકીય વર્ષમાં આપ્યું હતું જે ૨૦૧૭-૧૮માં નીલ હોવાનું પણ રીપોર્ટમાં સામે આવ્યું છે. ગત નાણાકીય વર્ષમાં ભારતી એરટેલ ગ્રુપે પ્રુડન્ટ ઈલેકટોરલ ટ્રસ્ટ મારફતે ૬૭.૩ કરોડ રૂપિયા ભાજપને ગત નાણાકીય વર્ષમાં આપ્યા હતા જે ૨૦૧૭-૧૮માં ૧૫૪ કરોડ રૂપિયા રહેવાપાત્ર રહ્યું હતું. ભારતી એરટેલ ગ્રુપનાં ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસને ૨૦૧૮-૧૯માં ૩૯ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસ માટે ૨૦૧૭-૧૮માં માત્ર ૧૦ કરોડ રૂપિયા જ રહ્યું હતું. આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા એ.બી.જનરલ ઈલેકટોલર ટ્રસ્ટ મારફતે ગત નાણાકીય વર્ષમાં ભાજપને ૨૮.૫ કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું જેમાંથી માત્ર કોંગ્રેસને ૨ કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા હતા. આ તકે ૨૦૧૭-૧૮ની જો વાત કરવામાં આવે તો ભાજપને ૧૨.૫ કરોડ અને કોંગ્રેસને ૧ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. ચોથુ ટ્રસ્ટ કે જેનું નામ ભારતીય સોશિયાલીસ્ટ ૫બ્લીકન ઈલેકટોરલ ટ્રસ્ટ કે જેને કોંગ્રેસને માત્ર ૨૫ લાખ રૂપિયાનું ફંડ આપ્યું હોવાનું રીપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

આ તકે હાર્મની ઈલેકટોરલ ટ્રસ્ટે ભાજપને ૧૦ કરોડ, ટ્રમ્પ ઈલેકટોરલ ટ્રસ્ટે ૫ કરોડ તથા ન્યુડેમોક્રેટીક ઇલેકટોરલ ટ્રસ્ટ અને જનહિત ઈલેકટોરલ ટ્રસ્ટે અઢી કરોડ રૂપિયાનું ફંડ આપ્યા હોવાનું સામે આવ્યું છે. ૨૦૧૮-૧૯માં કોંગ્રેસને ૨૦ હજારથી ઉપર મળેલા ફંડનો આંકડો ૧૪૬.૮ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે જેમાં વ્યકિતગત તથા કોર્પોરેટ કંપનીનો સમાવેશ થાય છે. જયારે ૨૦૧૮-૧૯માં વ્યકિતગત અને કોર્પોરેટ કંપની મારફતે મળેલા ફંડમાં ભાજપનો આંકડો ૭૦૦ કરોડ રૂપિયાનો રહ્યો છે ત્યારે ૨૦૧૮-૧૯માં શિવસેનાને કુલ ફંડ ૧૩૦.૬ કરોડ, ટીડીપીને ૨૬.૨ કરોડ, વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને ૮૦.૬ કરોડ, તૃણમુલ કોંગ્રેસને ૪૪.૩ કરોડ, સીપીએમને ૩ કરોડ, સીપીઆઈને ૧.૬ કરોડ, એનસીપીને ૧૨.૧ કરોડ તથા બીએસપી દ્વારા માત્ર ૨૦ હજાર મળતા તેને રીપોર્ટમાં નીલ કન્ટ્રીબ્યુશન જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.