ટચ બેઝ ટેકનોલોજી અને મોબાઇલ આધારિત 21 મી સદીની માનવજાતને કોમ્પ્યુટર, ફ્રીઝ, ટેલિવીઝન, મોબાઇલ ફોન, વોશિંગ મશીન, કે એલ.ઇ.ડી લાઇટ વિના જીવવાનું કહેવામાં આવે તો? આ સવાલ સાંભળીને જ કેટલાય તો ડિપ્રેસનમાં આવવા માંડે એવી આપણી જીવન શૈલી છૈ આજે..! પરંતુ શું તમે જાણો છો કે ટેકનોલોજી આધારિત આ તમામ ઉપકરણોના મૂળમાં સેમી કન્ડક્ટર છે. જેના વિના આમાંથી એક પણ ઉપકરણ ને તમે સ્વીચ ઓન કરી શકો તેમ નથી. મતલબ કે સેમી કન્ડક્ટર એ આપણા જીવનનું એવું અભિનન્ન અંગ છે જેના વિના કદાચ તમારી લાઇફ જાણે સ્વીચ ઓફ થઇ ગઇ હોય એવું લાગે..!
ટેકનોલોજીના ડી.એન.એ સમાન સેમી કન્ડક્ટર ચીપનાં ઉત્પાદનમાં તાઇવાન મોખરાનાં સ્થાને છે. જ્યાક રે ભારતમાં સૌથી વધારે મોબાઇલ અને કોમ્પ્યુટર વપરાતા હોવાછતાં ભારત સેમી કન્ડક્ટરનાં ઉત્પાદનમા લગભગ શુન્ય છે. ક્યારેક ચીન થી તો મોટા ભાગે આપણે તાઇવાનથી આયાત કરીએ છીએ. હાલમાં ભારતની સેમી કન્ડક્ટરની વાર્ષિક આયાત ત્રણેક અબજ ડોલરની છે. 2019 માં વિશ્વમાં સેમી કન્ડક્ટરની આયાતમાં ભારત 11 મા ક્રમે પહોંચી ગયું હું. આ ઉપરાંત ભારતની વિવિધ ચીજોની આયાતમાં સેમી કન્ડક્ટર ટોપ-20 માં સ્થાન પામી ગયા છે. વર્ષ 2025 સુધીમાં ભારતની સેમી કન્ડક્ટર ચીપ્સની આયાત 100 અબજ ડોલરે પહોંચવાની શક્યતા છે.
હવે જ્યારે સરકાર આત્મનિર્ભર થવાની વાત કરતી હોય ત્યારે દેશને આટલી મોટી આયાત પરવડે નહી. 2021 માં દેશની ક્રુડતેલની આયાત 62.7 અબજ ડોલરની હતી. હવે જો ધ્યાન ન રાખીઐ તો સેમી કન્ડક્ટરની આયાત ક્રુડતેલની આયાત કરતા વધી જાય તેમ છે. તેથી જ કેન્દ્ર સરકારે સ્થાનિક કોર્પોરેટસને સેમી કન્ડક્ટરનાં ઉત્પાદન માટે ઉત્સાહિત કર્યા હતા. જેના ફળ સ્વરૂપે હવે ટાટા ગ્રુપ 30 કરોડ ડોલરનાં મુડીરોકાણ સાથે ભારતમાં મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ ઉભા કરી રહ્યું હોવાના અહેવાલ આવ્યા છે. હાલમાં તામિલનાડુ, કર્ણાટક તથા તેલંગણા રાજ્ય સરકારો સાથે ટાટાની આ પ્રપોઝલ ઉપર ચર્ચા ચાલી રહી છે.
જો જમીન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઇ જાય તો ટાટા જુથ ભારતમાં જ સદમી કન્ડક્ટર એસેમ્બ્લીંગ તથા ટેસ્ટીંગ યુનિટ ચાલુ કરી દેશે. એકાદ મહિનામાં સ્થળ નક્કી થઇ શકે છે અને જો હસ્તાંતરણ સમયસર થાય તો 2022 નાં અતિમ ચરણમાં ટાટાનું સેમી કન્ડક્ટર યુનિટ ઉત્પાદન પણ શરૂ કરી દેશે. આ યુનિટ આશરે 4000 કામદારોને રોજગાર આપશે. આમેય તે ટાટા ગ્રુપ સોફ્ટવેયરનાં બિઝનેસમાં તો ટોચના સ્થાને છે જ હવે જો વધુ વિકાસ સાધવો હોય તો હાર્ડવેયરમાં પણ પગદંડો જમાવવો જરૂરી બને છે. કારણ કે આગામી દાયકામાં વિકાસ એના આધારે જ થવાનો છે. હાલમાં પણ ઇલેક્ટ્રોનિક્સ તથા ક્ધઝ્યુમર ડ્યુરેબલની દુનિયામાં કહેવાય છે કે સેમી કન્ડક્ટર એક કોમોડિટીનું સ્થાન લઇ રહ્યા છે. ઘણી જગ્યાઐ તો નો ચીપ્સ , નો ફિનીશ ગુડ્ઝનાં સુત્રો પણ આવી ગયા છે.
હવે જો પાસાં પોબાર થાય તો ઇન્ટેલ જેવી કંપનીઓ ભારત પાસેથી ચીપ્સ ખરીદતી થઇ જશે. હાલમાં તાઇવાન આ બિઝનેસમાં નંબર-1 છે. તાઇવાન સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની ( ટી. એસ.એમ.સી) સેમી કન્ડક્ટ્રરનાં કુલ વૈશ્વિક કારોબારનો 51 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ જો ભારતમાં જ તેનું ઉત્પાદન શરૂ થાય તો આપણી તાઇવાન સાથેની આયાત ડીલમાં મોટો ફાયદો થઇ શકે છે.
હાલમાં ચીન જેવો દેશ પણ સેમી કન્ડક્ટરનાં કારોબારમાં હજુ પણ નેટ ઇ,મ્પોર્ટર દેશ છે. હાલમાં ચીનમાં વપરાતા કુલ સેમી કન્ડક્ટરમાંથી માંડ 126 ટકા જેટલી ચીપ્સ ચીની કંપનીની બનાવેલી હોય છે. આ મામલે હવે ચીન પણ વિશ્વમાં માલ લેવા જવું ન પડે તેવી રીતે સ્થાનિક ઉત્પાદન વધારવાની વેતરણમાં છે. ચીને 2020 માં 378 અબજ ડોલરનાં સેમી કન્ડક્ટરની આયાત કરી હતી. સૌ જાણે છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ચાઇનીઝ કંપનીઓનો મોટો માર્કેટ શેર છૈ. જો તે ટકાવી રાખવો હોય તો ચીનને તેની સેમી કન્ડક્ટરની જરુરિયાત પુરી કરવા આત્મ નિર્ભર થવું પડે. કદાચ આવા જ કોઇ ગણિત સાથે હાલમાં અમેરિકા તથા ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.