ભારતની સૌથી મોટી સંપૂર્ણ વીજ કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી ગુજરાતમાં ધોલેરા ખાતે 250 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યો છે.
અગાઉ રાઘાનેસડા સોલાર પાર્કમાં 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી હતી. આ માટે બંને કંપનીઓ વચ્ચે વાણિજ્યિક કામગીરી શરૂ થવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) થયા છે, જે અંતર્ગત ઉત્પાદિત થતી વીજળી જીયુવીએનએલને પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પીપીએનો અમલ થયાની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.