ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ એસયુવી નેક્સનનું એક નવું વેરિઅન્ટ XT+ લોન્ચ કર્યું છે. Tata Nexon XT+ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 8.02 લાખ અને 8.87 લાખ રૂપિયા છે. આ વેરિઅન્ટનાં લોન્ચ પહેલાં આવનાર નેક્સનનું XT વેરિઅન્ટ બંધ કરી દીધું હતું. આ ઉપરાંત, એસયુવીની ટચસ્ક્રીન પણ બદલી દેવામાં આવી છે.
ટાટા નેક્સન XT+માં LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટેલલાઇટ્સ, રૂફ સેલ્સ અને પાવર ફોલ્ડિંગ આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ (ORVM) આપવામાં આવ્યા છે. આ કારમાં બ્લુટૂથ કનેક્ટિવિટી અને 8 સ્પીકર્સ સાથે હાર્મન-કાર્ડન કનેક્ટનેક્સ્ટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. આ ઉપરાંત, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવાં ફીચર્સ પણ રહેલાં છે. આ કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS, ફ્રંટ સીટબેલ્ટ રિમાઇન્ડર, રીઅર પાર્કિંગસેન્સર્સ અને ISOFIX ચાઇલ્ડ સેફ્ટી સીટ એન્કર્સ મળશે.
આ ઉપરાંત, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવાં ફીચર્સ પણ રહેલાં છે. આ કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS, ફ્રંટ સીટબેલ્ટ રિમાઇન્ડર, રીઅર પાર્કિંગસેન્સર્સ અને ISOFIX ચાઇલ્ડ સેફ્ટી સીટ એન્કર્સ મળશે.