ટાટા મોટર્સે પ્રથમ કવાર્ટરમાં ૪૨% વૃદ્ધિ સાથે ‚રૂ.૩૨૦૦ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે: અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ.૨૨૬૦ કરોડ હતો
ટાટા મોટર્સે પ્રથમ ક્વાર્ટરમાં ૪૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ.૩,૨૦૦ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જોકે, રૂ.૩,૬૦૯ કરોડની અસાધારણ આવકને કારણે કંપનીનો નફો આટલો ઊંચો રહ્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ.૨,૨૬૦ કરોડ હતો. કંપનીને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પેન્શન પ્લાનનો મોટો લાભ મળ્યો છે. તેને કારણે નબળી કાર્યકારી કામગીરી છતાં કંપનીનો નફો પહેલી નજરે ઊંચો દેખાય છે.પ્રથમ ક્વાર્ટરમાં નીચા હોલસેલ વેચાણને કારણે કંપનીની ચોખ્ખી કોન્સોલિડેટેડ આવક ૧૦ ટકા ઘટીને રૂ.૫૮,૬૫૧ કરોડ થઈ છે. કંપનીનું વ્યાજ, ટેક્સ, ઘસારા અને એમોર્ટાઇઝેશન પૂર્વેના નફાનું માર્જિન ૫.૩ ટકા ઘટીને ૯.૯ ટકા રહ્યું છે.જગુઆર લેન્ડરોવરએ ચીનના વેચાણમાં ૩૦ ટકા અને ઉત્તર અમેરિકામાં ૧૬ ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીના જણાવ્યા અનુસાર ક્વાર્ટરની પ્રોત્સાહક કામગીરીની પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના વેચાણ પર અસર થઈ હતી. ઉપરાંત, પ્રોડક્ટ લોન્ચ અને વૃદ્ધિ માટેના ખર્ચને કારણે કોસ્ટમાં વધારો નોંધાયો હતો. સ્ટેન્ડએલોન ધોરણે ભારતીય બિઝનેસની આવક ૧૧ ટકા ઘટીને રૂ.૯,૨૦૭ કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.૪૬૭ કરોડની ખોટ હતી.કંપનીના એમડી ગુન્ટેર બુત્સચેકે જણાવ્યું હતું કે, પરિણામ આંતરિક અંદાજ મુજબના રહ્યા નથી. કંપની કોમર્શિયલ અને પેસેન્જર વ્હિકલ બિઝનેસની કામગીરી સુધારવાનો પ્રયાસ કરી રહી છે.બ્રોકિંગ હાઉસ શેરખાનના જણાવ્યા અનુસાર પરિણામ અંદાજ કરતાં નીચા રહ્યા છે. એનાલિસ્ટ ભરત જિયાનાનીએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડઅલોન બિઝનેસ અને ઉંકછના માર્જિન પર દબાણ જોવા મળ્યું છે.ખાસ કરીને અમેરિકન બિઝનેસના માર્જિન પર દબાણને કારણે કાર્યકારી નફો વર્ષ અગાઉની તુલનામાં નોંધપાત્ર ઘટ્યો છે. તેમણે ક્લાયન્ટ્સને નોંધમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્પર્ધાત્મકતામાં વધારો અને ઉંકછના હેજિંગમાં ફોરેક્સ નુકસાનને કારણે માર્જિન પર દબાણ ચાલુ રહેવાનો અંદાજ છે. અમે શેર પર ’ન્યુટ્રલ’ રેટિંગ જાળવ્યું છે.