ટાટા મોટર્સ એક જાન્યુઆરીથી પેસેન્જર વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપનીએ ગુરૂવારે આ અંગેની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે ફ્યુઅલ મોંઘુ થવાને કારણે અને ખર્ચ વધવાને કારણે રેટ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કિંમતમાં વધારો ગાડીઓના મોડલ અને શહેરોના આધારે અલગ-અલગ થશે.

ટાટા મોટર્સેના પેસેન્જર વાહનોમાં નેનો કારથી લઈને પ્રીમયમ એસયુવી હેક્સા સુધીનો સમાવેશ થાય છે. તેની એકસ-શોરૂમ (દિલ્હી)ની કિંમત 2.36 લાખ રૂપિયાથી 17.97 લાખ રૂપિયા સુધી છે.ટાટા મોટર્સના પ્રેસિડન્ટ મંયક પારીકનું કહેવું છે કે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હોવા છતા કંપનીને આવનારા વર્ષમાં ગ્રોથ યથાવત રહેશે તેવી આશા છે.

 કંપની જાન્યુઆરીમાં નવી પ્રીમયમ એસયુવી હેરિયર પણ લોન્ચ કરશે.ટાટા મોટર્સ પહેલા મારૂતિ સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર, બીએમડબલ્યુ અને ઈસુજુ કંપનીઓ પણ જાન્યુઆરીથી ગાડીઓની કિંમત વધારવા અંગેની જાહેરાત કરી ચુકી છે. આ કંપનીઓનું કહેવું છે કે પ્રોડકશન કોસ્ટ અને કરન્સી એકસચેન્જ રેટ વધવાને કારણે કિંમતો વધવાનું દબાણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.