સાણંદમાં ફોર્ડને તાતાનું ‘ટાટા’
સાણંદમાં જે ફોર્ડનો પ્લાન્ટ રહેલો છે તેને ટાટાએ હસ્તગત કરી લીધો છે અને તે પૈકી ટાટા બોર્ડ અને સોથી દોઢસો મિલિયન ડોલર પણ આવશે તેવી વાત હાલ સામે આવી રહી છે. ક્યાંકને ક્યાંક આજના દિવસે બંને કંપનીઓ વચ્ચે એમઓયુ સાઇન થાય તો નવાઇ નહીં. ઘણા ખરા પ્રશ્નો ઉદભવી થયેલા છે જેમાં કે તે ઈન્સેન્ટિવ ને લઇ નોકરી ને લઇ તે મુદ્દે ફોર્ડ જે યોગ્ય રીતે કામ કરી શકું જોઈએ તે થઇ શક્યું ન હતું જેના કારણે તેને પોતાનો પ્લાન ટાટાને વહેંચવો પડ્યો છે.
બીજી તરફ ટાટા મોટર્સની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેનો સીધો જ ફાયદો હવે કંપનીના મળતો રહેશે કારણકે ફોર્ડનો પ્લાન્ટ ટાટાએ ખરીદતા ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો નોંધાશે. તારે પણ કરમાં રાહત મળી રહે અને લાભ મળી રહે તે માટે ટાટા ને ઘણો ખરો ફાયદો પણ પહોંચાડવામાં આવશે. આ કરાર થયા બાદ ટાટાની ક્ષમતામાં 85 ટકાનો વધારો નોંધાય તો નવાઈ નહીં. સરકાર મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને સતત પ્રોત્સાહિત કરી રહ્યું છે અને તેના ભાગરૂપે આકરા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને કારગત પણ નીવડશે. ટાટા હાલ 50000 વાહનો પ્રતિમાસ ઉત્પાદન કરી રહ્યું છે ત્યારે આપ નવો પ્લાન્ટ હસ્તગત કરતાં તેમની ક્ષમતા માં 85 ટકાનો વધારો નોંધાઈ શકે છે જે ખરા અર્થમાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ અત્યંત કારગત સાબિત થશે.