ફાઇવ સ્ટાર ગ્લોબલ એનકેપ રેટીંગ્સ સાથેની ભારતની સૌથી સલામત કોમ્પેક્ટ એસયુવી કારમાં અનેક વિશેષતાઓ
જય ગણેશ ઓટો હબ રાજકોટ ખાતે ટાટા મોટર્સ તેની ક્રાંતિકારી ટવીન સીલીન્ડર ટેકનોલોજીની સફળતામાં તદ્ન નવી પંચ આઇ. સી.એન.જી. લોન્ચ કરીને તેમજ ટીઆગો અને ટીગોરને પણ તેમાં સામેલ કરીને સીએનજી કસ્ટરમર માટે પરર્ફોમન્સ, ફીચર્સ, સેફ્ટી અને બુટસ સ્પેસમાં કોઇ જ બાંધછોડ નહીં કરનારી સીએનજી કાર્સ લાવીને ઓટોમોબાઇલમાં એક ક્રાંતિ લાવી છે.zs
ફાઇવ સ્ટાર ગ્લોબલ એનકેપ રેટીંગ્સ સાથેની ભારતની સૌથી સલામત કોમ્પેકટ એસયુવી કાર પંચ આઇ સીએનજી ઘણી બધી સલામતીથી વિશેષતાઓ સાથે આવે છે. જેવી કે માઇક્રો સ્વીચ, થર્મલ ઇન્સીડન્સ પ્રોટેકશન, ગેસ લીક શોધવાની વિશેષતા પંચ આઇ-સીએનજી કોઇપણ પેટ્રોલ કાર જેવી જ કામગીરી માટે સીએનજી વિશેષતામાં એક અદ્યતન ઇસીયુ અને ડાયરેક્ટ સ્ટાર્ટ સાથે આવે છે.
પંચ આઇ સીએનજી ઉચ્ચ વર્ગની વિશેષતાઓ જેવી કે વોઇસ આસીસ્ટેડ સનરૂફ, હાર્મન ટચ સ્કીન, ઇન્ફોટેનમેન, સ્ટીયરીંગ ઉપર ગોઠવેલા નિયંત્રણો 16 ઇંચ ડાયમંડ કટ એલોયસ વિલ, એક્સપ્રેસ કુલ, આઇ.ટી.પી. એમ.એસ, યુ.એસ.બી. ફીટેડ ચાર્જર અને બીજી ઘણી બધી વિશેષતાઓ સાથે લાવે છે.આજ શ્રેણીમાં ટીઆગો અને ટીગોર પણ આજે લોન્ચ કરવામાં આવી છે. ખાસ આ કારમાં જે ટ્વીન સીલીન્ડર આપેલ છે. જે કાર ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમવાર ટાટા મોટર્સ દ્વારા આપવામાં આવે છે.આ નવી સીએનજી કાર્સ જય ગણેશ ઓટો હબ દ્વારા રાજકોટની વિવિધ બેંક અને ફાઇનાન્સ કંપનીના હેડ તેમજ આ નવી કારનું એડવાન્સ બુકિંગ કરાવેલ કસ્ટમરના શુભ હસ્તે લોચિંગ કરવામાં આવેલ છે.