આજ કાલકારનો ક્રેઝ વધુ જોવા મળે છે. ત્યારે કાર નિર્માતા કંપની દિવસે-દિવસે પોતાનાગ્રાહકો માટે નવા નવા ફીચર્સ વાળી કાર લોન્ચ કરે છે.ત્યારે ટાટાએ એકદમ નવા અંદાજમાં 2019 માં કાર લોન્ચ કરવા જઈ રહી છે.
દેશની જાણીતી કાર કંપની ટાટા મોટર્સ પોતાની કાર્સને વધુ સ્ટાઈલિશ અનેપર્ફોર્મન્સવાળી બનાવવા જઈ રહીછે. ટાટા મોટર્સે H5X કૉન્સેપ્ટ બેસ્ડપોતાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ એટલે કે SUVના નામનો ખુલાસો કરી દીધો છે. તેનું નામ Tata Harrier હશે, જેને કંપની જગુઆર અને લેન્ડ રોવરની સાથે મળીને બનાવશે. તમને જણાવી દઇએ કે ટાટાએ H5Xનાકૉન્સેપ્ટને 2018નાઓટો એક્સ્પોમાં લોન્ચ કરી હતી. આગાડીમાં કોમર્શિયલ લોન્ચ 2019માંકરવામાં આવશે.
આકાર જાન્યુઆરી 2019માં લોન્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ AutoExpo 2018માંTata H5X કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. જે બાદ કારના મોડલને Tata Harrier નામ આપવામાં આવ્યું છે. આ નવી કાર ઓમેગા આર્કિટેક્ચર બેસ્ડ છે. જે ટાટાની ગાડીમાં ઉપયોગમાં લેવાનારું પ્રથમ Land Roverનું પ્લેટફોર્મ છે.
પુણેમાંબનેલી અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઇન ધરાવતી Harrier કંપનીની પ્રથમ એસયુવી હશે. આએસયુવીમાં હાઇ સ્ટ્રેંથ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી સેફ્ટી ફીચર્સ વધી જશે. ટાટામોટર્સ દ્વારા કારને 2019ની શરૂઆતમાં લોન્ચ કરવાની વાત કરી છે.
નવી કાર વિશે વાત કરતા કંપનીના પ્રેસિડેન્ટ મયંક પરિખે એ કહ્યું, અમે ગર્વથી ઝડપ સાથે નવી કારને માર્કેટમાં ઉતારવા તરફ વધી રહ્યા છીએ. તે માત્ર ગેમ ચેન્જર નહીં, પરંતુઅમારા બ્રાન્ડ વેલ્યૂમાં પણ ખૂબ વધારો કરશે.
Tata Harrier ભારતની કાર નિર્માતા કંપનીની પહેલી એવી ડિઝાઈન હશે જે, IMPACT Design 2.0 પર આધારિત હશે. કંપની દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ મોડલને એકદમ નવી ડિઝાઈન માટે ખૂબ વખાણવામાં આવી રહ્યું છે. ટાટાની હેરિયર માર્કેટમાં પહેલાથી હાજર Hyundai Creta, અને Jeep Compass જેવી કાર્સને ટક્કર આપશે.
ટાટા મોટર્સેલોન્ચ પહેલા જ ટ્વીટ દ્વારા નવી Harrier ની ઓન રોડકિંમતોનો ખુલાસો કરી દીધો છે. કંપનીના ટ્વીટ અનુસાર, નવી SUVની ઓન-રોડ કિંમત 16થી 21 લાખ રૂપિયાનીવચ્ચે રહેશે. Harrier નો બેઝ વેરિઅન્ટ (XE)ની કિંમત લગભગ 16 લાખ રૂપિયા અનેટોપ વેરિઅન્ટ (XZ) 21 લાખ રૂપિયા રહેશે. આ કિંમતો ઓન-રોડ છે જેમાંરજિસ્ટ્રેશન ચાર્જ, ઇન્શ્યોરન્સ અને અન્ય ટેક્સ સામેલ છે.ટાટાની નવીSUVનાચારવેરિઅન્ટ્સઃ XE, XM, XT અને XZ છે.