સરકારના વિભાગોમાં ઇ-કારનો ઉપયોગ વધારવા ઇઇએસએલનો કરાર
સ્ટેટ રન એર્નજી એફિશીયન્સી સર્વિસ ભારતની ટાટા મોટર્સ પાસેથી રૂ૧૧૨૦ કરોડની કિંમતથી ૧૦,૦૦૦ ઇ-કાર ખરીદશે ટાટા મોટર્સ તેની ડિલિવરી બે તબકકામાં કરશે જેમાં નવેમ્બર ૨૦૧૭ સુધીમાં ૫૦૦ ઇ-કાર મોકલશે તો બાકીની ૯,૫૦૦ ઇ-કાર તેઓ બીજા તબકકામાં મોકલશે. ઇઇએસએલનું કહેવું છે કે ટાટા મોટર્સ જીએસટી જેવા કડક નિયમ લાગુ પડયા હોવા છતાં પણ મહત્તમ રૂ ૧૦.૧૬ લાખની કિંમતમાં આ વેચાણને સંમતી આપી હતી.
આ વાહન રૂ ૧૧.૨ લાખની કિંમતમાં મેળવી શકાય છે જેમાં જીએસટી સહિતનો ખર્ચ સામેલ છે તો પ વર્ષની વોરંટી પણ મળે છે. જે અન્ય ઇ-કાર કરતા ૨૫ ટકા સસ્તી પડે છે. આ બધી જ ૧૦,૦૦૦ ઇ-કારનું નિર્માણ ફકત ૯ મહિનાના ટૂંકા ગાળામાં કંપનીના ઓફિશીયલ બેટર મળ્યા બાદ થઇ જશે. તેવું ઇઇએસએલના મેનેજીંગ ડિરેકટર સૌરભ કુમારનું કહેવું છે કે આ ઇ-કારનો ઉપયોગ મીનીસ્ટ્રી તેમજ સરકારી વિભાગ માટે કરવામાં આવશે. તથા ગ્રાહકો તેને ઇઇએસએલ પાસેથી પણ ખરીદી શકે છે.
ટાટા મોટર્સને આ તક એક ઓકશનમાં મળી હતી જેમાં બિડ માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર, નિસાન જેવી અનેક કંપનીઓએ ભાગ લીધો હતો. ઇઇએસએલનું સંચાલન ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ દેશમાં જેમ બને તેમ વધુને વધુ વીજ સંચાલીત વાહનો દોડાવવા ઉપર ઘ્યાન આપવાની વાત ઉપર ભાર મૂકયો હતો.
ટાટા મોટર્સ સાથે થયેલા કરાર બાદ ઇઇએસએલએ નીતિ આયોગના રિપોર્ટને ટાંકતા કહ્યું હતું કે વીજ સંચાલીત વાહનોના કારણે દેશમાં ઉર્જાની ખપત ૬૪ ટકા સુધી ઘટી જશે. ઉ૫રાંત વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રદુષણ પણ ૩૭ ટકાનો ઘટાડો થશે દેશને વીજ સંચાલીત વાહનોના કારણે રૂ ૩.૯ લાખ કરોડની બચત થશે.