ગુજરાતની ૨૨૫ આઈટીઆઈને ૭૦૦૦ કરોડના ખર્ચે અદ્યતન બનાવવાનો પ્રોજેકટ ટાટાએ લીધો હાથમાં
ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના સરકારના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે દેશનું ઉત્પાદન વધારી આયાત ક્ષેત્રમાં કાપ અને નિકાસ થકી અર્થતંત્રને વિદેશી હુડીયામણના અવેજથી સધ્ધર કરવાના પ્રયાસોમાં ઔદ્યોગીક ઉત્પાદનમાં વૃદ્ધિ આવશ્યક છે તેવા સંજોગોમાં ગુજરાતને વધુ કૌશલ્યવાન બનાવવા માટે ટાટાએ ગુજરાતની ૨૨૫ જેટલી આઈટીઆઈ સંસ્થાનોને ૭૦૦૦ કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવાની જવાબદારી માથે લીધી છે. ગુજરાતમાં નેનો પ્રોજેકટની સ્થાપના પછી દાયકા બાદ ટાટા જુથે ગુજરાતની આઈટીઆઈ સંસ્થાનોને અપગ્રેડ કરવાનું પીપીપીના ધોરણે દરખાસ્ત કરી છે.
ટાટા જુથે રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) જન ભાગીદારીના ધોરણે રાજ્યની ૨૨૫ આઈટીઆઈ સંસ્થાનોને અપગ્રેડ કરી ગુજરાતમાં ઉત્તમ કૌશલ્ય નિર્માણ કરવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સ્કીલ (આઈઆઈએસ)માં આઈટીઆઈનું અપગ્રેડેશન કરવાનું બીડુ ઝડપ્યું છે. ટાટા ટેકનોલોજી દ્વારા આધુનિક હાર્ડવેર મશીનરી, સોફટવેર પ્રોગ્રામમાં ૮૮ ટકા રોકાણ અને બાકીના ૧૨ ટકા રાજ્ય સરકારની સહાયથી આ યોજના પાર પાડવામાં આવશે. ટાટાએ રાજ્યમાં ૩૦૦ જેટલા નિષ્ણાંત ટ્રેનરની નિમણૂંક કરવામાં આવી છે. ટાટા ત્રણ વર્ષ સુધી ટ્રેનરોને તાલીમબદ્ધ કરશે.
આ ઉપરાંત રાજ્યની આઈટીઆઈ કે જે હવે આઈઆઈએસમાં રૂપાંતર થવાની છે તેમાં ૨૩ નવા રોજગારલક્ષી કોર્ષમાં ૩ડી પ્રિન્ટીંગ, રોબોટીક ટેકનોલોજી જેવા કોર્ષ શરૂ કરવામાં આવશે. ટાટા દ્વારા તાલીમાર્થી કોર્ષમાં ઓનલાઈન ટ્રેનીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારને કરેલી દરખાસ્તમાં ગુજરાતની આઈટીઆઈને અપગ્રેડેશન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કીલ ઈન્ડિયા કાર્યક્રમને ગુજરાતમાં આઈટીઆઈને આઈઆઈએસમાં રૂપાંતરીત કરી કરવામાં આવશે. ટાટા ટેકનોલોજી ગુજરાત સરકારના સહયોગથી આ પરિયોજના પાર પાડશે.
મુખ્યમંત્રી કાર્યાલયના અધીક સચિવ મનોજ દાસે જણાવ્યું હતું કે, ટાટા ટેકનોલોજી દ્વારા આઈટીઆઈને સ્કીલ ઈન્ડીયા મીશન અંતર્ગત આઈઆઈએસમાં તબદીલ કરવાની દરખાસ્ત કરી છે જેમાંથી ગુજરાતમાં કૌશલ્ય પ્રાપ્ત યુવા વર્ગ ઉભો થશે.
સ્કીલ ઈન્ડિયા: ગુજરાતની આઈટીઆઈને હવે આઈઆઈએસનું અપગ્રેડેશન અપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઔદ્યોગીક ક્રાંતિની આવશ્યકતા છે. ઉત્પાદન લક્ષી પ્રોત્સાહન યોજનાની સાથે સાથે સ્કીલ ઈન્ડિયાના પ્રોજેકટથી ભારતના કામદારોને કૌશલ્યવાન બનાવવાની આવશ્યકતા પર ટાટા ટેકનોલોજીસ દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે ગુજરાતની ૨૨૫ આઈટીઆઈ કે જે રોજગારલક્ષી તાલીમાર્થીઓ ઉભા કરવા માટે ગ્રાઉન્ડ લેવલે ખુબજ અસરકારક રીતે કાર્યરત છે. આઈટીઆઈના તાલીમાર્થીઓ આંતર માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગ જગત માટે મહત્વની શક્તિ તરીકે કાર્યરત છે.