આઠમી સદીમાં પર્સિયા છોડીને ગુજરાત આવેલા પારસીઓના એ જુથમાં ટાટા પરિવારના પરદાદાઓ પણ હતા. મતલબ કે લગભગ 25 પેઢીથી ટાટા જુથ ભારતીય છે, દેશ કા નમક ખાય છે અને આખા ભારતને ખવરાવે છે. ..! છેલ્લા 150 વર્ષથી ભારતમાં ઉદ્યોગપતિ તરીકે સ્થિર થયેલુ ટાટા ગ્રુપ આજે મીઠાં થી માંડીને મોટર, ચા થી માંડીને ચોકલેટ તથા સ્ટીલ થી માંડીને સાબુ સુધીનાં અગણિત ઉત્પાદનોની રેન્જ ધરાવે છૈ ! ઉપરોક્ત માહિતી પિરસવાનો હેતુ ટાટા ગ્રુપની વાહ.. વાહ કરવાનો નથી પરંતુ ટાટા ગ્રુપ હવે શું કરવાના પ્લાનમાં છે, શસ માટે કરવાનાં પ્લાનમાં છે અને તેની એન્ટ્રીથી એ સેક્ટરનાં મહારથીઓને કેવી સ્પર્ધા કરવી પડશે તેનું આછું ચિત્ર રજુ કરવાનો છે.
ટાટા ગ્રુપ હવે ભારતની નામી ઇ કોમર્સ કંપની બિગબાસ્કેટમાં આશરે 7500 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ઓનલાઇન ગ્રોસરીના બિઝનેસમાં એન્ટ્રી કરી રહ્યું છે. જેની સીધી સ્પર્ધા ફ્લિપ કાર્ટ, અમેઝોન, રિલાયન્સ જેવા મોટા માથાં સાથે થશે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે બિગબાસ્કેટમાં 29 ટકા જેટલો હિસ્સો ચાઇનીઝ રિટેલ જાયન્ટ અલીબાબા ગ્રુપનો છે. હવે ટાટા અલીબાબાનો સંપૂર્ણ હિસ્સો લઇને તેને ભારતમાંથી આઉટ તો કરશૈ જ સાથે કુલ 64.3 ટકા હિસ્સા સાથે ટાટા ડિજીટલ બિગબાસ્કેટનું સંચાલન પણ હસ્તગત કરશે. આગળ જતાં કદાચ આ હિસ્સો 80 ટકા થઇ શકે છે.
ટાટા ગ્રુપને હવે ઇ કોમર્સના બિઝનેસમાં એન્ટ્રી કેમ કરવી છે? અથવા તો કેમ કરવી પડી છે ? આંકડા બોલે છે કે 2018 માં ઇ-કોમર્સનું માર્કેટ એક અબજ ડોલરનું હતું જે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 110 ટકા ના દરે વધી રહ્યૂં છે. શરૂઆતમાં એવું અનુમાન હતું કે ભારતમાં રિટેલ શોપિંગ અને ઉધારીનું નેટવર્ક વધારે વિસ્તૄત હોવાથી આ પ્રયોગ સફળ થશે કે કેમ? પરંતુ હવે એવું દેખાય છે કે ભારતમાં કદાચ આ પ્રયોગ સૌથી વધારે સફળ થશે. વર્ષ 2019 માં ભારતમાં ઓનલાઇન સેલ 0.2 ટકા હતું જે 2023 સુધીમાં 1.2 ટકા એટલે કે 10.5 અબજ ડોલરનું થવાની સંભાવના છે. આ આંકડો લોકડાઉન અને કોવિડ-19 ના કારણે ઘણો ઝડપથી વધ્યો છે. છેલ્લા અક વર્ષમાં આ સેકટરનો 25 થી 30 ટકા જેટલો વિકાસ થુો હોવાનું અનુમાન છે, અલબત્ત હજુ તેના ચોક્કસ આંકડા જાહેર થયા નથી. વિશ્વમાં જાન્યુઆરી-20 થી જુલાઇ-20 સુધીમાં નવા 84 ટકા ગ્રાહકો એ ઓનલાઇન શોપિંગ કર્યુ છે. કદાચ તે લોકડાઉનના કારણે જ હોઇ શકે પણ આ એક એવી આદત છે જે પડી ગઇ તો લોકો અપનાવી લેશે.
આમેય તે ટાટા જુથ ગ્રાહકોની નાડ પારખવામાં મશહુર છે, કદાચ એટલે જ 150 વર્ષથી ભારતીય બજારમાં ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. હવે જો વિશ્વ બદલાઇ રહ્યું હોય તો ટાટાને તેની સાથે બદલાવું જ પડે. અહેવાલો તો એવા પણ આવ્યા છે કે વિદેશી ક્ધટ્રોલ ધરાવતી અમેઝોન તથા ફ્લિપ કાટ જેવી કંપનીઓના પ્લેટફોર્મ શોપિંગ માટે લોગ ઇન કરો તો ઘણીવાર સ્વદેશી બ્રાન્ડની ઇન્કવાયરીમાં પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોવાના મેસેજ આપીને વિદેશી બ્રાન્ડને ઓછા ભાવે ઓફર કરવામાં આવે છૈ. જો આવું બને તો સમય જતાં ટાટા જેવી બ્રાન્ડ જારમાંથી આઉટ થઇ જાય. તથી જ કદાચ ટાટાઐ હવે પોતાનું જ સુપર ઍપ તૈયાર કર્યું છે. હવે જ્યારે કોમ્પિટિશન કમિશન મંજૂરી આપે ત્યારે બીગબાસ્કેટનો કબ્જો કરીને તુરત જ ટાટા પોતાની સુપર ઍપ લોન્ચ કરશે. તેથી વિદેશી બ્રાન્ડને અને કંપનીને કોઇ સ્થાન નહી મળે. આ સમાચાર આવ્યા બાદ ઉંઘતા ઝડપાયેલા વિરોધીઓ હવે નવા આયોજનોમાં લાગ્યા છે. ફ્લિપકાર્ટ હવે ઇ-કોમર્સનાં ધંધામાં વધુ ઇન્વેસ્ટ કરવાની વેતરણમાં છે. તો સામા પક્ષે રિલાયન્સે ફેસબુક તથા ગુગલ સાથે ડિલ કરીને 20 અબજ ડોલર એકત્રિત કર્યા છે. જે આ સેક્ટરમાં બજાર કબ્જે કરવા વાપરવામાં આવશે
દુકાને જઇને માલ ચેક કરીને લેવાની માનસિકતા ભારતીયોની છે પણ હવે નવી પેઢી આ માનસિકતાથી દૂર છે.કારણ કે આ પેઢીમાં પુરૂષ અને સ્ત્રી બન્ને કમાતા માનવો છૈ અને બેડ પર સુતા સુતા ઓર્ડર પ્લેસ કરવામાં તેમને રોમાંચનો અનુભવ થાય છે. વેપારીને પણ ઇ-કોમર્સમાં મોકાના સ્થળે મોધી દાટ જગ્યા રાખીને માલ વેચવો એ ના કરતા એક સેન્ટ્રલ પોઇન્ટ વેરહાઉસમાંથી માલ ડિસ્પેચ કરવાની પ્રણાલિમાં નફાનું ઘોરણ પણ ઘણું ઉંચું હોય છૈ તેથી ઓનલાઇન શોપિંગમાં રુચિ વધે તે તેમની હોમ ઇકોનોમી માટે ફાયદેમંદ છે.
હાલમાં ભારતમાં 26 શહેરોમાં આ સેવા મોજુદ છૈ અને દૈનિક 1,50,000 ઓર્ડરની ડિલીવરી કરે છે. આ આંકડો દરરોજ વધવાનો છે તેથી ટાટા પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા માટે પણ આ ધંધામાં ઝંપલાવે તે સ્વાભાવિક છે. હવે દેશ કા નમક અને વિદૈશી ચમક વચ્ચે જામશે જંગ..!