વર્ષના બીજા કવાર્ટરમાં જેટને રૂ.૧૨૬૧ કરોડનું નુકશાન
‘જેટ’ની ઉડાન ભરશે ટાટા !!!
કરજામાં ડુબેલી જેટ એરવેઝને ટાટા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓવરટેક કરવામાં આવે તેવી કંપનીએ જાહેરાત કરી છે. મીન્ટના જણાવ્યા મુજબ ટાટા ગ્રુપે જેટ એરવેઝ માટે ડયુ ડીલીજેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટાટા સન્સ તરફથી સીઈઓ સૌરભ અગ્રવાલ અને જેટ એરવેઝ તરફથી સ્વયં ચેરમેન નયેશ ગોયલ આ અંગે વાતચીત કરી રહ્યાં છે.
ટાટા સન્સની ટીમ હાલ જેટ એરવેઝની ડયુ ડીલીજેન્સ એટલે કે, તપાસ અને વિસ્તૃત માહિતી મેળવી રહ્યું છે. જેને ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આ પૂર્વ નરેશ ગોયલે રતન ટાટા, મુકેશ અંબાણી સહિતના મોટા વેપારીઓને પોતાની એરલાયન્સને સંકટમાંથી ઉગારવાની મદદ માંગી હતી. ત્યારબાદ જેટ એરવેઝને ઉડાન આપવા માટે ટાટા ગ્રુપે રસ દાખવતા તેની ચર્ચાઓએ જોર પકડયું હતું.
આજે જેટના શેર ૨ ટકાની ગતિ સાથે ૨૪૭ રૂપીયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ પૂર્વ એક વાત પર ચર્ચા અટકી ગઈ હતી કે, નરેશ ગોયલ ટાટા ગ્રુપના હાથમાં સંપૂર્ણ રીતે પોતાની એરલાયન્સનું રિમોટ કંટ્રોલ આપશે કે કેમ? પરંતુ હવે ઓપચારીક રીતે તેઓ સંમત થયા છે. પરંતુ તેના માટે જેટ એરવેઝે અમુક પ્રકારની શરતો રાખી છે. તેમજ નિર્ધારીત પ્રિમીયમ આપવા અંગે પણ કરારો કરવામાં આવ્યા છે. વર્ષના બીજા ત્રિમાસીય કવાર્ટરમાં રૂ.૧૨૬૧ કરોડ રૂપીયાનું નુકશાન થયું હોવાનું જેટે જાહેર કર્યું હતું.