1.60 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://sebexam.org પર પરિણામ જોઇ શકશે
ટાટ પરીક્ષાનું પરિણામ એટલે કે ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ટાટની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોનું ગુજરાત રાજ્ય બોર્ડની પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ગત 25 જૂનના રોજ ટાટની પરીક્ષાનું આયોજન કર્યુ હતુ, જેમાં 1.60 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.ગુજરાત રાજ્ય પરીક્ષ બોર્ડ દ્વારા જૂનમાં લેવાયેલી ટાટ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યુ છે.
ટાટની એક્ઝામનું પરિણામ ઉમેદવારો http://sebexam.org પર જોઇ શકશે. ઉમેદવાર ટાટનું પરિણામ એપ્લિકેશન કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને ડાઉનલોડ કરી શકે છે.ટાટની પરીક્ષાનું પરિણામ ઉમદેવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://sebexam.org પર જોઇ શકશે.આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની એક્ઝામ નવી પદ્ધતિ અનુસાર લેવામાં આવી છે.
અગાઉ ટાટ એક્ઝામ એક જ તબક્કામાં લેવાતી હતી. જો નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ટાટની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી છે. જેમાં ટાટની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રીલીમ એક્ઝામ પાસ કરનાર ઉમેદવાર જ મેઇન એક્ઝામમાં બેસવાને લાયક બન્યા હતા. ટાટની મેઇન્સ એક્ઝામ વર્ણનાત્મક હતી.