આજના સમયમાં દરેક લોકોને સવાર-સવારમાં ચા-સાથે નાસ્તો કરવાની આદત હોય છે, એટલે અત્યાર સુધી તમે સવાર સવારમાં નાસ્તામાં બ્રેડ, ખારી તેમજ ટોસ્ટનો નાસ્તો કર્યો હશે. પરંતુ તમે ક્યારેય ચા સાથે રાઇસ કટલેસ ખાધી છે તો તમે પણ આ વાનગીને ટ્રાય કરી શકો.
– રાઇસ કટલેટ બનાવવા માટેની સામગ્રી
બાફેલા બટાકા – ૨૫૦ ગ્રામ
ચોખા (બાફેલા ભાત) – ૨૫૦ ગ્રામ
જીરા પાવડર – ૧ ટી સ્પુન
લાલ મરચું – ૧ ટી સ્પુન
ધાણાં પાવડર – ૧ ટી સ્પુન
હળદર – ૧/૪ ટી સ્પુન
ગરમ મસાલો – ૧ ટી સ્પુન
ચાટ મસાલો – ૧ ટી સ્પુન
મીઠું – ૧ ટી સ્પુન
ધાણાં – ૧૦ ગ્રામ
કોર્ન સ્ટાર્ચ – ૨ ટેબલ સ્પુન
બ્રેડ ક્રમ્બ્સ
રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા, ભાત, ધાણાંજીરા પાવડર, જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું તેમજ ચાટ મસાલો નાંખીને મિક્ષ કરો. આ મિશ્રણ કર્યા બાદ તેમાં કોર્ન સ્ટાર્ચ નાખો અને ફરીવાર મિક્ષ કરો.
હવે થોડુ-થોડુ મિક્ષણ લો અને નાના-નાના બોલ્સ બનાવો. આ બોલ્સને બ્રેડ ક્રમ્બ્સમાં તેનો રોલ કરો પછી તમે એક પેન લઇ તેમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તૈયાર કરેલા બોલ્સને ફ્રાય કરો જ્યાં સુધી બોલ્સ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દો.
ચટણી, સોસ અથવા ચા સાથે તેનો લુપ્ત માણો.