- જૂનાગઢના જોષીપરાના બી ડિવિઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, દારૂ સાથે ચખણા અને બેઠક વ્યવસ્થાની પણ સુવિધા…
Junagadh News : આમ તો ગુજરાત એટલે કે ગાંધીનું ગુજરાત કહેવાય છે. છતાં પણ ગુજરાતમાં દારૂ જાણે કે ખુલ્લેઆમ વેચાતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં અગાઉ પણ ઘણા શહેરોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે જુનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં પાકની દુકાનમાં ધોળે દિવસે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. એટલું જ નહીં પરંતુ દારૂ પીવા આવતા પ્યાસીઓ માટે નજીકના મકાનમાં જ બાઈટિંગ સાથે બેઠક વ્યવસ્થા પણ આપવામાં આવે છે.

વારંવાર વિવાદોના ઘેરામાં રહેતા ડી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઓઘડનગર શાંતેશ્વર નજીક પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે દારૂના બુટલેગરો હવે દારૂની દુકાનો ખોલવા માંડ્યા હોય તેવુ લાગી રહ્યું છે. તો બીજી તરફ જે જગ્યાએથી દારૂ લેવામાં આવે છે તે જગ્યા પર જ નજીકમાં આવેલ એક મકાનમાં બાઈટિંગ અને દારૂ પીવા માટેની બેઠક વ્યવસ્થા પણ બુટલેગરો જ કરી આપે છે. ત્યારે હાલ તો આ વિડીયો જોતા જુનાગઢ પોલીસની કામગીરી પર પણ જનતા સવાલ ઊભા કરી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લા એસપી દ્વારા ખુલ્લેઆમ થતા દારૂના વેપાર મામલે માત્ર બુટલેગર પર સામાન્ય કેસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે તેવો લોકોમાં પ્રશ્નો ઉભો થયો છે.