સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટનો અનોખો સેવાયજ્ઞ દર મહિને શ્રમિક બાળકોને ભોજન કરાવીને ભેટ અર્પણ કરાઈ છે
રાજકોટમાં સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન્સ કલબ દ્વારા શ્રમિક પરિવારના તેમજ દિવ્યાંગ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતુ. ટ્રસ્ટ દ્વારા દર મહિને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે.
સિઝન્સ કલબના પ્રમુખ અજયભાઈ જોષીએ જણાવ્યું હતુ કે આ ભોજન દર મહિને શ્રમિક અને દિવ્યાંગ બાળકોને કરાવવામા આવે છે. આજે ૧૫૦થી પણ વધારે બાળકો આવેલા છે.
ઉનાળાની સીઝન હોવાથી રસ પુરીનું જમણ રાખવામાં આવ્યું છે. અને સાથે સાથે સારી એવી ગીફટ પણ આપવામાં આવશે દર મહિને ૩૦૦થી ૪૦૦ બાળકોને બોલાવીને જમાડતા હોઈએ છીએ ઉપરાંત બાળખોને સારૂ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.જેથી બાળકોને લાગે કે ભવિષ્યમાં અમારે પણ આગળ વધીને મહેનત કરવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com