સાંજે સૌ કોઇને ઇચ્છા થાય છે કંઇક ચટપટું પરંતુ હેલ્ધી નાસ્તો કરે. તો આજે આપણે કંઇક એવી જ વાનગી વિશે જાણીશું કે જે ચટપટીની સાથે ફુલ્લી હેલ્ધી પણ છે તો આવો બનાવીએ ચટપટી અંકુચીત ચાટ….
સામગ્રી :
– ૨ કપ ફણગાવેલા અને બાફેલા કઠોળ
– ૧ બાફેલું બટેટું
– ૧ કપ બાફેલાં ચણા
– ૧ જીણું સમારેલું શીમલા મીર્ચ
– ૨ જીણા સમારેલાં લીલાં મરચાં
– ૧ જીણી સમારેલી ડુંગળી
– ૧ જીણું સમારેલું ટમેટું
– ૨ ચમચી લીંબુનો રસ
સ્વાદ અનુસાર, ચાટ મસાલો, નમક ગાર્નીશીંગ માટે કોથમીર.
કેવી રીતે બનાવવી ચટપટી અંકુચીત ચાટ……
સૌ પ્રથમ બાફેલાં બટેટાનાં નાના ટુકડા કરો પછી એક મોટા બાઉલમાં બાફેલા ફણગાયેલા કઠોળ, ડુંગળી, શીમલા મીર્ચ, ટમેટું, બટેટું, લીલો મરચાં, લીંબુનો રસ, ચણા, ચાટ મસાલો, નમક નાખી સરખું મિક્સ કરો. તેના પર કોથમીરથી ગાર્નિશ કરી ખાવ અને ખવડાવો.