સુરેન્દ્રનગરમાં એક તરફ લોકો તહેવારોની ઉજવણી કરવાના મૂડમાં છે. અને આથી જ ઘણા લોકો પોતાના મકાન બંધ કરી રક્ષાબંધન કે જન્માષ્ટીમીની ઉજવણી કરવા વતન ગયા છે. આ બાબતનો લાભ લઇ વઢવાણમાં એક જ રાતમાં અંદાજે આઠ ઘરમાં તસ્કરોએ અંદાજે રૂ. ૭ લાખની મતાતનો સફાયો કરી લીધો હતો. તસ્કોરનું પગેરૂ દબાવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.
પરંતુ કોઇ મહત્વની કડી મળી નથી. બજરંગ-૧,૨ અને ઉત્સવપાર્ક માં અંદાજે ૭ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર બાજુની ત્રણ સોસાયટીના મકાનને નિશાન બનાવ્યા : પોલીસના તપાસ તેજતસ્કરોને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી પરંતુ મહત્વનીકડી હાથ લાગી નહીં વઢવાણ મૂળચંદ માર્ગ પર આવેલી બજરંગ ૧,૨ તેમજ ઉત્સવપાર્કમાં વિસ્તારના મકાનોને તસ્કરોએ ઘમરોળ્યા હોવાની રાવ સાથે રહીશોમાં રોષ ફેલાયોહતો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સમાં મનોજભાઈ પી.દવેના મકાનમાં, પેટ્રોલપંપમાં કામ કરતા ભાવીનભાઈ મગનભાઈ દેવમોરારીના મકાનમાં, લલીતભાઈ, પાર્થ સોની સહિત અંદાજે ૮ જેટલા ઘરોના બારણાઓનાં નકુચાઓ તેમજ તાળા તસ્કરોએ તોડ્યા હતા.
ત્યારબાદ ઘરમાં રહેલી તીજોરીઓ સહિતના સ્થળોને વેરણછેરણ કરી મૂકીને ચોરીને અંજામ આપી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણા સહિત અંદાજે રૂ.૭ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જ્યારે ચોરી કર્યા બાદ તસ્કરોએ પાણીના બાટલાઓ, કેટલાક મકોનાના તાળા મૂકી રાખ્યા હતા. ભોગ બનેલા મકાનોના કેટલાક રહીશો જન્માષ્ટમી તેમજ રક્ષાબંધન કરવા ગયા હોય ને તસ્કરો દ્વારા ચોરી થતા રહિશોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાથી પીએસઆઈ પી.આર.સાગર, એમ.બી.મકવાણા, વી.ડી. રાઠોડ સહિતની ટીમ બનાવ સ્થળે ધસી જઇને સાચી હકિકત જાણવા તપાસ શરૂ કરી છે.