જેને જરૂર હોય તેને સહાય કરવા અપીલ કરાઇ: આવા કપરા સમયમાં આપણે સરકારને મદદ કરવી જોઇએ: ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી
સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રગણ્ય સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની જન્મભૂમિ અમરેલી જિલ્લાના તરવડા ગામે રાજકોટ ગુરુકુલની શાખા બાળકોમાં સંસ્કાર સાથે શૈક્ષણિક કાર્ય કરી રહી છે. ગુરૂવર્ય સદ્ગુરૂ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાનુસાર પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી સંસ્થાનો કાર્યભાર સુંદર રીતે સંભાળી રહ્યા છે ગુરકુલની સુંદર સુવાસને કારણે ગ્રામ્ય વિસ્તારમાં યુનિવર્સિટીને શોભે દેવા વિશાળ બિલ્ડીંગોમાં ધો.૧થી ૧૨ (સાયન્સ-કોમર્સ), કોલેજ તથા બી.એડ્. ના વિદ્યાર્થીઓ એકદમ વ્યાજબી ફીમાં અભ્યાસ કરી રહ્યા છે.
ગુરૂકુલમાં હાલમાં ૪૫ જેટલી ગાયો છે. આ ગાયો માટે શ્રીજી મહારાજની આજ્ઞાનુસાર ઘાસચારો પૂરતો રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગૌપ્રમી છે તેમને દરેક સંસ્થા પાંજરાપોળ કે જયાં ગાયો હોય તેના માટે દરરોજના રૂા.૨૫ લેખે એક માસ સુધી ગાય દીઠ આપવાની ઝુંબેશ ઉપાડી દરેક સંસ્થામાં મામલતદાર કે અધિકારી જઇ સર્વે કરી રકમ આપે છે. તરવડા ગુરુકુલમાં અમરેલીથી મામલતદાર આવ્યા અને સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીને વાત કરી. ગુરુવર્યે કહ્યુ કે આવા સંજોગોમાં આપણે મદદ સરકારને કરવી જોઇએ. આપણે મુખ્યમંત્રીના ફાળામાં બાવીશ લાખ આપ્યા છે. આપણી વિવિધ સંસ્થાઓ અનાજ કીટ વગેરે બનાવી જરૂરિયાત વાળાને પ્રસાદી રૂપે વિતરણ કરે છે. શ્રદ્ધાપૂર્વક જોઇ રહ્યા. તેમને કહ્યું કે તો અમને લખી આપો કે અમારી સહાય જોતી નથી સ્વામીએ તે મજુબ લખી આપ્યું. આજે જયાંથી સરકાર તરફથી મળતું હોય તો તેનો સૌ લાભ લેતા હોય છે. પણ ગુરુકુલ સંસ્થા આ દાન ન લઇ ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે. દીન દુ:ખિયાને મદદરૂપ થવાની ભાવના શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કરી છે તેમની આજ્ઞાને માથે ચઢાવી શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો સામે પળના વિલંબ વિના જરૂરિયાત વાળાને મદદ પહોચાડી છે. તેમના પગલે સંસ્થાનાં ગુરુ સ્થાને બિરાજતા મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી પણ ઉતમ સેવાનું કાર્ય કરી રહયા છે. સ્વામીએ સાચુ જ કહ્યુ છે કે ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના લોકો ખૂબ જ સેવાભાવી છે તેઓ સેવાનો સાદ પડે ત્યારે પાછી પાના કરતાં નથી અને તેથી જ સૌરાષ્ટ્ર અને રાજકોટ ઉપર આપદા, કષ્ટો ઓછા આવે છે.