કેબીનમાં બહારથી ઈલેકટ્રીક વાયર લઈ પાવર ચાલુ કરતા કરૂણ બનાવ બન્યો
ઉપલેટામાં ગઈકાલે સ્મશાન રોડ ઉપર કેબીન રાખી બિસ્કીટનો ધંધો કરતાં મુસ્લિમ શખ્સને પોતાની કેબીનમાં બારોબારથી ઈલેકટ્રીક વાયર લઈ પાવર ચાલુ કરેલ પણ બે દિવસ વરસાદને કારણે ભેજ હોવાથી કેબિનમાં શોર્ટ લાગતા મુસ્લિમ તરૂણનું મોત થયું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરનાં ધોરાજી દરવાજા પાસે ન્યામતમાની દરગાહ પાસે હારૂનભાઈ કટારીયા (જાતે.ખાટકી) પોતે ગોલા બિસ્કીટની કેબિન ધરાવે છે. આ કેબિનમાં પાવર માટે બહારથી ઈલે.વાયર લાંબો કરી પાવર લીધો હતો. ગત સવારે હારૂનભાઈ કટારીયાનાં પુત્ર અહમદ રજા (ઉ.વ.12) કેબિન ખોલવા જતા કેબિનને અડતા જ શોર્ટ લાગતા ઘટનાસ્થળે ગંભીર બની ગયો હતો ત્યારે સવારે વસીમ કરીમ ખાટકી અને નગરપાલિકાનાં કર્મચારી રાહુલભાઈ ભોપાલા રાઉન્ડમાં આવતા તેઓનું ધ્યાન જતાં તાત્કાલિક અહમદ રજાને શહેરનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પણ સારવાર કારગત નિવડી ન હતી ત્યાંથી મૃતદેહને સિવિલ હોસ્પિટલે પી.એમ માટે લઈ જવામાં આવેલ હતા. વધુ તપાસ પોલીસ જમાદાર ચલાવી રહ્યા છે.