સોલારમાં રોકાણો હવે, સ્વપ્ન બની જશે??

યુનિટના ભાવ તળિયે, રૂ.૭થી ૨એ પહોંચતા રોકાણકારો હતાશ!!

વિજ ઉત્પાદન માટે વધુમાં વધુ બિન પરપરાગત ઊર્જા સ્ત્રોત પર ભાર મુકાઇ રહ્યો છે. કારણ કે આ સ્ત્રોતમાં સૂર્ય, હવા, પાણીનો સમાવેશ થાય છે જે કુદરતી સંસાધન છે અને આ અખુટ કુદરતી સંસાધનના ઉપયોગથી પરંપરાગતની સરખામણીએ ઓછા સમયે અને ઓછી કિંમતે વિજળી ઉત્પાદિત કરી શકાય છે. કેન્દ્ર સરકારે આ તરફ ધ્યાન દોરી મહત્વના પગલા લીધા છે. જે અંતર્ગત સોલાર રૂકટોપ યોજનાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ ફોજનાના અમલીકરણમાં સમગ્ર ભારતમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકારે સૂર્ય શક્તિ કિશાન યોજના પણ લોન્ચ કરી છે. જે અંતર્ગત સરકારે મસમોટા પ્રોત્સાહન તો આપ્યાં છે. પણ વિજ યુનિટના ભાવ તળિયે ખસકતા સોલાર પાવરના રોકાણ કારોને માટે હતાશા ઉભી થઇ છે. સોલાર ટેરીફમાં કપાત રોકાણ કારોને ભગાડી મૂકે તો પણ નવાઇ નહિ!!

સોલારમાં રોકાણો હવે, સ્વપન બની જશે કે શું?? તેવો પ્રશ્ર્નાર્થ લાગ્યો છે. સૂર્ય ઊર્જા થકી વિજળી ઉત્પાદન કરવા સરકાર પ્રેરક બળતો આપી રહી છે. પણ તેમાં કયાંકને કયાંક ઊણી ઉતરી રહી હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિ યુનિટના ભાવ રૂપિયા ૭ હતા જે હવે, માત્ર ૨ રૂપિયાએ પહોંચ્યા છે. લાંબા ગાળાના રોકાણ છતા વળતર ઓછું આપવાથી રોકાણકારો સોલાર પાવરમાં રોકાણને લઇ પાછીપેની કરી શકે છે. જે સરકારના આગામી ડીસેમ્બર, ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ગીગાવોટ સોલર એનર્જી ઉભી કરવાના લક્ષ્યાંકને નુકશાન પહોંચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સોલાર એનર્જી પ્લાન્ટેશનમાં વપરાંતા સેલની કિંમત ખુબ ઊંચી હેલ્પ છે જે ભારતમાં ચીનથી આયાત કરાય છે જો કે, તેમાં પણ મહંદઅંશે રોક લાગી ગઇ છે. મોઘા સેલના કારણે પ્લાન્ટેશન ખર્ચ પણ ઊંચો આવે છે જેની સામે યુનિટના ભાવ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. રૂ.૭માંથી પ્રતિયુનિટના ભાવ ૨ થઇ જતાં રોકાણકારોને ધકકો લાગ્યો છે. વળતર ઓછું મળશે તો રોકાણકારો કઇ રીતે આગળ ઘપશે??

સોલાર એનર્જી કોર્યે આ અંગે માહિતી આપતા જણાવ્યુ છે કે ગત વર્ષની સરખામણીએ યુનિટમાં ૧૫૦૦નો ઘટાડો થયો છે. તાજેતરની હરરાજીમાં સિંગાપોરની સેમ્બકોર્ય એર્ન્જી અને સાઉદી અરેબિયાની એલ્જોમાહ એનર્જીએ અનુક્રમે ૧૦૭૦ મેગાવોટ અને ૪૦૦ મેનાવોટ સોલાર એનર્જી ખરીદી છે. જયારે એનટીપીસીએ ૪૭૦ મેગાવોટ ખરીદી છે. આ તમામની હરરાજી પ્રતિ યુનિટે રૂપિયા બેમાં થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.