કોર્પોરેશનના હોલ ખાતે રિહર્સલ: વડાપ્રધાન અને રાજકોટ માટે ખાસ દુહાનું સર્જન
વડાપ્રધાન મોદી રાજકોટનાં આંગણે પધારશે ત્યારે સમગ્ર તુરી બારોટ સમાજ તેમના દુહા, છંદ અને પરંપરાગત વાજિંત્રો દ્વારા સ્વાગત કરશે તેના માટે નવા કોર્પોરેશન હોલ ખાતે ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતુ
આયોજન માટે જહેમત ઉઠાવી રહેલા રાજુભાઈ ધ્રુવે ‘અબતક’ને કહ્યું હતુ કે, નરેન્દ્રભાઈ મોદી રાજકોટના ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી બન્યા અને હવે, દેશના લોક નાયક વડાપ્રધાન બન્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાના હિત માટે સૌરાષ્ટ્રને વર્ષોથી જો કોઈ સમસ્યા હેરાન કરતી હોય તો પીવાનું અને સિંચાઈનું પાણી હતુ આ પાણીની સમસ્યા ભૂતકાળ બની જાય અને સૌરાષ્ટ્રની ખમીર વંતી પ્રજાના જો પ્રશ્ર્નો હલ થાય તો આ પ્રજા વિકાસમાં ખૂબજ આગળ વધે. સમાજના તમામ હિસ્સાઓમાં અતિ પછાત અનુસૂચિત જાતીનો તુરી બારોટ સમાજ કે સમાજ આર્થિક દ્રષ્ટીએ પણ પછાત છે. અને શૈક્ષણીક દ્રષ્ટીએ પણ પછાત છે. તેવો સમાજ આજે નરેન્દ્રભાઈને આવકારવા એક ઉમળકા સાથે લોક કળાને પ્રતિબિંબીત કરી કળાને ઉજાગર કરી છે. નરેન્દ્રભાઈની સાથે જે રીતે વિજયભાઈએ સૌની યોજનાને આગળ ઝડપ વધારી છે. અને તેના માટેનો જે હરખ છે. તે ‘તુરી બારોટ’ના સમાજના વાંધ્ય વૃંદોમાં જોવા મળશે.
તુરી સમાજના આગેવાન પ્રભાતભાઈ બારોટે કહ્યું હતુ કે, ગાવુ, વગાડવું, વાજીંત્રો વગાડવા અને સમાજને મનોરંજન આપવું આ અમારી ખાસીયત છે. અને વડાપ્રધાન રાજકોટના આંગણે આવે ત્યારે અમારો તૂરી બારોટ સમાજ ઉમળકાભેર તેમને વધાવવા ઉમટયા છીએ અને પુપોના હારથી વધામણા કરવાના છે. તેમાં એક દુહો છે ‘એ…આજ રંગ… આજ આનંદ, આજ શરણાઈને એ…આજ નરેન્દ્રભાઈ મોદી રાજકોટને આંગણે આવતા… જયાં દુધના વરસે મેઘ નરેન્દ્રભાઈ મોદી રાજકાષટ પધારતા, આજીડેમમાં નર્મદાના પ્રગટયાનીર