આપણા દેશમાં જયાં જયાં બજેટ રજૂ થાય છે., તેમાંના મોટાભાગના બજેટોમાં ‘અહો રૂપમ અહો ઘ્વનિ’નો ખ્યાલ ઉપસે છે અને ગુલાબી વચનો તથા સંમોહક યોજનાઓની હારમાળા હોય જ છે જો કોઇક અકળ પરિસ્થિતિમાં એવું ન જોવા મળે તો શંકા-આશંકાઓ અને તર્ક-વિતર્કો જન્મ્યા વગર રહેતા નથી.
ગુજરાત સરકારના નાણામંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલું રાજયનું બજેટ મહત્વકાંક્ષી હોવાની છાપ ઉપસાવે છે અને પ્રજાના તમામ વર્ગના લોકોને રાજી રાજી કરી દેવાનું નિશાન નોંધે છે એમ જણાયા વગર રહેતું નથી.
આ અંગેનો ‘અબતક’નો અહેવાલ દર્શાવે છે કે, ગુજરાતે સરકારે ઉઘોગીક એકમોને કુદરતી ગેસના વપરાશ માટે પ્રોત્સાહીક કરવા સસ્તા દરે ગેસ આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે સરકારે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઔઘોગિક ગેસ રૂ|. અઢી પ્રતિ એસસીએમડીએ અપાશે ઔઘોગિક એકમો દ્વારા આપવામાં આવતા ગેસમાં સરકાર ખાસ રાહત આપશે. ઔઘોગિક એકમોમાં નેચલ લેગસના ઉપયોગ અને ખાસ કરીને લધુ મઘ્યમ અને મોટા કારખાનાઓ ધરાવતી વિવિધ ઔઘોગિક વસાહતોમાં કુદરતી ગેસનો વપરાશ વધે તે માટે સરકારે આ પગલુ ભર્યુ છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ઔઘોગિક એકમોને કુદરતી ગેસ માટેના વપરાશ માટે પ્રોત્સાહીત કરી રાજયને પ્રદુષણ મુકત કરવા કુદરતી ગેસના વપરાશ માટેના સુચનને પગલે ઔઘોગીક એકમોને ગેસના ભાવમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.
દેશમાં અત્યારે ૮૯૧૦ ઔઘોગિક એકમોમાં બળતણ તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે તેમાંથી ૫૦ ટકા થી વધુ ૪૯૦૩ એકમાં ગુજરાતમાં ચાલી રહ્યા છે.
જોડાણ આપી દેવામાં આવશે બજેટમાં નવી સોલાર રૂકટોક યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ૩ કિલોવોટનો પ્લાન બસેાડનારને ૪૦ ટકા સબસીડી આપવામાં આવશે. જયારે ૩ થી લઇ ૧૦ કિલો વોટનો પ્લાન બસેડાનારને ર૦ ટકાની સબસીડી આપવામાં આવશે. આ માટે બજેટમાં રૂ|. ૧૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ર લાખ પરિવારને આ યોજનાનો લાભ મળશે. ઉઘોગનાં પ્રદુષિત પાણીને શુઘ્ધ કરી પાણીને ઉંડા દરીયામાં નિકાલ માટે પીપીપીના ધોરણે પાઇપલાઇન નાખવા માટે રૂ|. ૨૨૭૫ કરોડ ખર્ચવામાં આવશે. આ માટે આ વર્ષે પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નર્મદા યોજના માટે ૬૫૯૫ કરોડ, સ્ટેચ્યુ ઓફ લિબ્રટી ૨૬૦ કરોડ, શિક્ષણ માટે ૩૦,૦૪૫ કરોડ, આદિજાતિ વિકાસ માટે ૨૪,૯૮૭ કરોડ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને રહે તે માટેનાં ર૦ હજાર કરોડના પ્રોજેકટ માટે ચાલુ સાલના બજેટમાં ૪પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના હેઠળ ર લાખની આવક ધરાવતા પરિવારોને દિકરી પહેલા ધોરણમાં આવે ત્યારથી ૯ માં ધોરણમાં આવે ત્યાં સુધી રૂ|. ૪ હજારથી લઇ ૬ હજાર સુધીની સહાય આપવા માટે રૂ|. ૧૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દવા મળી રહે તે માટે પ૦૦ કરોડ સોની યોજના માટે ૧૮૮૦ કરોડ, કાયદા વિભાગ માટે ૧૬૫૩ કરોડ,
માહીતી અને પ્રસારણ માટે ૧૬૫૩ કરોડ, માહીતી અને પ્રસારણ માટે ૧૭૪ કરોડ, દરિયાકાંઠામાં ૮ ડીસેબીનેશન પ્લાન્ટ સ્થાપીને ગંદા પાણીને ટ્રીટ તેનો પુન: ઉપયોગ કરવા ૩૦૦ એમએલડીનો પ્રોજેકટ સ્થાપવામાં આવશે. ઇરીગેશનનો વ્યાપ વધારવા માટે ૧૮ લાખ હેકટરની જમીનને આવરી લેવામાં આવશે અને ખેડુતોને તેનો લાભ અપાશે. વોટર એરોડ્રામ માટે પ કરોડ ફાળવવામાં આવશે. આગામી મુન્દ્રા યોજનાનો પ૦ લાખ લાભાર્થીઓને લાભ અપાશે. અષાઢી બીજના શુભ દિવસે નર્મદા ડેમનાં દરવાજા ખુલ્લા કરવામા આવશે. ખેડુતોને વ્યાજ સહાય આપવા માટે રૂ|. ૯૫૨ કરોડની જોગવાઇ કરવાની આવી છે. રાજયનાં ર૮ લાખ ખેડુતોને સહાયનાં પ્રથમ બે હપ્તા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૧૩૧ કરોડ કરોઢ ચુકવવામાં આવ્યા છે. સખી મંડળનાં ધિરાણ માટે ૭૦૮ કરોડ ખર્ચવામાં આવશે.
આ બજેટમાં જે સંખ્યાબંધ યોજનાઓ છે તે પ્રજાની મુશ્કેલીઓને લગતી અને પ્રજાના ઉત્કર્ષને લગતી છે તેમજ રાજયભરના વિવિધ વિકાસને લગતી છે.
આ યોજનાઓ બેશક આકર્ષક અને સંમોહક સ્વરુપની છે. એમાં જેમને રોટલાનાં સાંસા છે અને કમ્મરતોડ મોંધવારીથી ગળે આવી ગયા છે એવા ગરીબો તથા નીચલા મઘ્યમ વર્ગોના લોકોને તાત્કાલીક રાહત આપે તેવી અને કાયમી રાહત આપે તેવી કોઇ ઠોસ સ્વરુપની દરખાસ્ત બજેટમાં નથી.
ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ કવિ સુન્દરમએ તેમનો દેશકાળમાં, એટલે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના અરસામાં કોયા ભગતની કડવી વાણી ની તેમની કટાર દ્વારા ગરીબ પ્રજાની બેહાલી માટે ભગવાનને પણ ઝપટમાં લીધા છે. અને દેશમાં ચાલતી વર્ગભેદ રચનારી સમાજ વ્યવસ્થા, અસમાનતા, અન્યાય, ગરીબોની દુર્દશા અને લોકોના દંભ પ્રત્યે એમની કઠોર ચીડનો પડઘો પાડયો છે.
સાચું જ કહીએ તો, આ બજેટનાં ‘ધનવાનો બેલી’નું દર્શન થાય છે.
જુગનાજુગ જેમને આપણી વચ્ચે રાખ્યા ને તોય અમને દુ:ખીને દુ:ખી રાખ્યા, ગરીબાઇમાં રાખ્યા, ઠેસ ઠેબાં ગડથોલીયા ખાતા રાખ્યા, તો પછી તમને અહીં શું કામ રાખવા, એવો સવાલ કવિશ્રી સુન્દરમએ ભગવાનને તેમની કવિતા દ્વારા પૂછયો છે. આજની ગરીબ પ્રજા આપણા રાજપુરુષોને આ જ સવાલ પૂછતી રહી છે. ગુજરાતના આ બજેટમાં એનો કોઇ ઠોસ જવા નથી!
તેમણે ભગવાનને બરાબર ઉધડા લઇને કહી નાખ્યું છે કે, તમે હવે વૈકુંઠ પાછા સિધાવો તો જ સારું છે, તમારા અહી પગાલ થયાં, ને આ ભૂમિની હાલત પનોતી બેઠા જેવી થઇ ગઇ છે !
ગુજરાતનું બજેટ જોતાં આ રાજયમાં સારાં રસ્તા અને સારી સડકોનું સુખ મળ્યું હોવાનું દેખાય છે, હજુ પરિવહનની નવી યુગલક્ષીસુવિધાઓ મળવાનો બજેટમાં નિર્દેશ છે, પરંતુ ગ્રામ્ય પ્રદેશોની હાલત કાંઇ બહુ સારી થઇ નથી.
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોને સ્માર્ટ સીટી માં પરિવર્તિત કરવાના ગાણાં ગવાય છે અને સ્વચ્છ ભારતનું દર્શન આ શહેરોમાં કરાવવાનાં બણગાઁ ફુંકાય છે, પણ ગુજરાતના આ શહેરો સ્માર્ટ સીટીનું સ્વરુપ પામે એવાં કોઇ ચિહનો નજરે પડતાં નથી.
વહીવટી તંત્રમાં જ ઘણું બધું ગંદુ અને ગોબરું છે ત્યાં સ્માર્ટ નેસ કયાંથી આવશે?
રાજકોટનો સાધુવાસણી વિસ્તારનો સ્વીમીંગ કુલ રાજકોટની પ્રજા માટે બન્યો છે. રીતસર ફી લેવાય છે તો પણ એની વ્યવસ્થા માટે રાખવામાં આવેલ મહીલા કર્મચારીઓ એની બાપુકી મિલ્કત હોય તે રીતે રાજકોટની આદર્શ અને ઉચ્ચ સ્તરની મહીલા નાગરીકને જુદી જુદી રીતના હુકમો કરીને રંજાડે છે અને અપમાનિત કરે છે. કોની લાગવગ અને મહેરબાનીી એ આ પ્રકારની જોહુકમી અને દાદાગીરી આચરે છે એવો સવાલ જાગે છે.
એકલું રાજકોટ જ નહિ પણ સમગ્ર ગુજરાત વહીવટી પંગુતા માટે વગોડાશે!….
આ ઘટના એકલા રાજકોટની નથી પણ સમગ્ર ગુજરાતને સ્પર્શે એટલી ગંભીર છે. રચનાત્મક કાર્યકર અને સમાજ સેવાનો ધર્મ બજાવતાં મહિલાઓએ અપમાનીત થવું પડે વહીવટમાં સર્વાગી સુધારાની બજેટમાં કશીક જોગવાઇ થવી જોઇતી હતી… વહીવટી તંત્ર સરકાર માટે યશ-અપયશ અપાવતો મુદ્દો છે અમે કોણ નહિ માને? જો વહીવટી વ્યવસ્થા અને વહીવટી તંત્ર જ નબળું કે નઠારું હોય તો ગમે તેવી યોજનાઓ અને ગમે તેટલી યોજનાઓ નિરર્થક બની શકે છે.
ગુજરાતના આ બજેટમાં ગુજરાતને નંબર-વન રાજય બનાવી દેવાની અભિલાષા છે. જયાં સુધી પ્રજાનો શ્રમ પરિશ્રમ ભીનો થનગનાટ એમાં નહિ ભળે ત્યાં સુધી એમાં ગતિ નહિ આવે એમ કહેવામાં અતિષયોકિત નથી જ વહીવટી તંત્રમાં અને શાસન પઘ્ધિતમાં જયાં સુધી લાગવગશાહી અને રાજકીય લાભાલાભના લપેટાને સ્થાન ન જ હોઇ શકે…. બાબુ શાહીને ચરમસીમાએ પહોંચવા ન દેવાય અને નોછડાઇને તેમ જ બુઘ્ધિ-ભ્રષ્ટતાને પાંગરવા ન દેવાય
ગુજરાતને નંબર-૧ નું રાજય બનાવવાની અભિલાષાને મૂર્તિ મંત કરવા માટે પ્રજાનો અવાજ સાંભળવાની પ્રમાણિક ગોઠવણો થશે તો જ સોનામાં સુગંધ ભળશે, એ ભૂલવા જેવું નથી.!