સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ રાયફલ શુટિંગ સ્પર્ધામાં ૧૬ કોલેજોની ૧૬ બહેનો અને ૨૩ જેટલા ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: કુલપતિ ડો.પેથાણી, ઉપકુલપતિ ડો.દેસાણી, સિન્ડિકેટ સભ્ય મહેશભાઈ ચૌહાણ, નિદત બારોટ સહિતના ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલા સેન્ટ્રલી એ.સી. રાઈફલ શુટિંગ રેન્જમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે આંતર-કોલેજ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ૧૬ કોલેજોની ૧૬ બહેનો અને ૨૩ જેટલા ભાઈઓએ ઉત્સાહપૂર્વક દસ મીટર રાઈફલ અને પિસ્ટલ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.
આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડૉ. વિજયભાઈ દેસાણી, સીન્ડીકેટ સભ્ય ડૉ. મહેશભાઈ ચૌહાણ, ડૉ. હરદેવસિંહ જાડેજા, ડૉ. ધરમભાઇ કામ્બ્લીયા, અને ડીન ડૉ. નિદ્દ્ત બારોટ, મોહનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રેરણા તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
૨૦૧૯ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી બહેનોની ટીમ પૈકી(૧) શ્રધ્ધા ઠુમ્મર (૨) હીના ગોહેલ (૩) કિંજલ પરમારની ટીમ ચોથા ક્રમે આવી યુનિવર્સિટીનું ગૌરવ વધારી ખેલો ઇન્ડિયા સ્પર્ધા માટે ક્વોલીફાય થયા હતા. તેઓને યુનિવર્સિટી તરફથી ખેલાડીઓને પ્રેકટીશ માટે પુરતી સુવિધા આપવામાં આવી જેને કારણે આજની સ્પર્ધામાં ગતવર્ષે કરતાં સારો દેખાવ કરી શક્યા હતા. જે પૈકી શ્રધ્ધા ઠુમ્મર ઓલ ઇન્ડિયા રાઈફલ શુટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ હતો. તેણે પણ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને આવનારી આંતર યુનિવર્સિટી રાઈફલ શુટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી આ વર્ષે મેડલની અપેક્ષાઓ વધી ગઈ છે અને યુનિવર્સિટી ઓથોરીટીએ શ્રેષ્ઠ દેખાવ માટે અનેક શુભેચ્છા પાઠવી છે.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન અર્જુનલાલ હિરાણી કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અદ્યતન રાઈફલ શુટિંગ રેન્જમાં કરવામાં આવી. જેમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા તથા તેમની ટીમે તનતોડ મહેનત કરી સ્પર્ધાને સંપૂર્ણ સફળ બનાવી, અને સ્પર્ધાનું પરિણામ આ સાથે સામેલ છે.
કુસ્તીના દાવ પેચ ખેલતી 13 કોલેજની બહેનો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજરોજ બહેનોની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન 13 કોલેજોની 37 બહેનોએ કુસ્તીના દાવ પેચ ખેલ્યા હતા અને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.