- વિશ્ર્વમાં દર મિનિટે એઈડ્સથી એક મૃત્યુ
- સંયુકત રાષ્ટ્રના અહેવાલ મુજબ વિશ્ર્વમાં આજે ચાર કરોડ લોકો એચ.આઈ.વી. વાયરસને કારણે એઈડ્સનો ભોગ બન્યા છે: 90 લાખ લોકો સુધી સારવાર પહોંચી નથી કે કરાવતા નથી: લીંગ અસમાનતાને કારણે આફ્રિકાનાં કેટલાક ભાગોમાં કિશોરીઓ અને યુવતીઓમાં એચ.આઈ.વી.નું સંક્રમણ વધ્યું છે
- વૈશ્ર્વિક સ્તરે નવા ચેપનું પ્રમાણ 2010માં 45 ટકાથી વધીને 2023માં 55 ટકાનો વધારો થયો છે: ભંડોળનાં અભાવે ત્રણ નવા ક્ષેત્રો મધ્યપૂર્વ, ઉતર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટીન અમેરિકામાં તેનું સંક્રમણ વધી રહ્યું છે
- એઈડ્સનો અંત આપણી મુઠ્ઠીમાં છે, પણ આ દાયકામાં તે વિશ્ર્વ ટ્રેકથી દૂર છે: તેનાથી થતા મૃત્યુ આંકને નાથવા 2025નાં લક્ષ્યાંકને પહોંચી વળવા વિશ્ર્વને સફળતા નહીં મળે
એઈડસનો વાયરસ એચ.આઈ.વી.ની. શો પ્રથમવાર 1981માં જોવા મળેલ આજે 43 વર્ષે પણ કોઈ ચોકકસ રસી કે દવ મેડીકલ સાયન્સ શોધી નથી શકયું. હાલમાં એન્ટીરિટ્રોવાયરલ દવાને કારણે વાયરસના વાહકો સારૂ અને લાંબુ જીવન જીવી શકે છે. તાજેતરમાં સંયુકત રાષ્ટ્રના અહેવાલમાં યુ.એન.એઈડસના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા બહાર પાડયા છે. હાલ વિશ્ર્વમાં ચાર કરોડ જેટલા એઈડસના વાયરસ એચ.આઈ.વી. સાથે જીવી રહ્યા છે. નવા અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્ર્વમાં દર મિનિટે એઈડસને કારણે એક વ્યકિતનું મોત થાય છે, મતલબ કે રોજના 1440 લોકોનું મોત થાય છે. 2030માં એઈડસ નાબુદીનું લક્ષ્યાંક પણ દૂર થતું નજરે પડે છે. નાબુદીની વાત અને લક્ષ્યાંક સિધ્ધિની વાત એક કોર રહીને નવા ચેપનું પ્રમાણ ત્રણ ગણુ વધી ગયું છે.
જનજાગૃતિને કારણે અને પરિવારનો સધીયારો મળતા હવે વાહકો લાંબુ સ્વસ્થ અને ગુણવતાસભર જીવન જીવી રહ્યા છે. અમુક દેશો એ લીધેલા પગલાને કારણે ત્યાં ઘટાડો જોવા મળ્યો છે. પણ આ વિકસીત દેશોમાં તેના ચેપનું પ્રમાણ વધ્યું છે. લીંગ અસમાનતાને કારણે આફ્રિકાના કેટલાક ભાગોમાં કિશોરીઓ અને યુવતીઓમાં ચેપનું પ્રમાણ વધતુ જોવા મળ્યું છે. ભંડોળના અભાવે પણ ત્રણ નવા ક્ષેત્રો મધ્યપૂર્વ, ઉતર આફ્રિકા, પૂર્વ યુરોપ, મધ્ય એશિયા, અને લેટીન અમેરીકામાં તેનું સંક્રમણ વધતા ચિંતા પ્રસરી છે. આપણાં દેશમાં પણ હમણાં ત્રિપુરા રાજયમાં કોલેજ છાત્રોમાં ઈન્જેકશન દ્વારા લેવાતા ડ્રગ્સને કારણેે ઘણા છાત્રોમાં વાયરસનું ઈનફેકસન અને તેનાથી મૃત્યુ થયાના અહેવાલ જોવા મળ્યા હતા.
આજે વિશ્ર્વમાં ચાર કરોડ એઈડસના વાયરસના વાહકો છે, તે પૈકી 90 લાખ લોકો સુધી આપણે સારવાર પહોચાડી શકયા નથી. વૈશ્ર્વિક સ્તરે ચેપનું પ્રમાણ 2010માં 45 ટકા હતુ તે વધીને 2023માં 55 ટકાનો વધારો થયો છે. 2030 સુધીમાં વિશ્ર્વમાંથી એઈડસ નાબુદીનું લક્ષ્યાંક હતુ પણ આપણે તે હાંસીલ નહી કરી શકીએ તેમ અહેવાલના આંકડા ઉપરથી ફલીત થાય છે. ઘણા દેશોમાં નિયંત્રણના સારા પરિણામ મળેલ છે. પણ અમુક દેશોમાં કેસો વધતા તેનો અંત આપણી મુઠ્ઠીમાં હોવા છતાં આ દાયકાનાં અંત સુધીમાં વિશ્ર્વને સફળતા મળશે નહી તેવું આંકડાના તારણો બતાવે છે. આપણા દેશમાં પણ તેના આંકડા વધી રહ્યા છે. પણ જન જાગૃતિને કારણે તથા લોકો પોતાનું સ્ટ્રેટસ છુપાવતા હોવાથી સાચા આંકડાઓ બહાર આવતા નથી.
એઈડસ નિયંત્રણ સ્થિતિ એક ક્રોસરોડસ પર છે. વિશ્ર્વના બધા નેતાઓએ 2030 સુધીમાં એન્ડ એઈડસ લક્ષ્યાંક મુજબ ખતમ કરવાનું વચન આપેલ છે. જો સક્રિય કાર્ય થશેતો લાખો એઈડસ સંબંધીત મૃત્યુ અટકાવી શકીશું 2025ની અસરના લક્ષ્યાંકો હાફવે માર્ક પર મિશ્ર પણિામો એચઆઈવીની સારવારમાં થોડી પ્રગતિ અને નિવારણ સાથે સામાજીક સમર્થકો માટે નબળા પરિણામ લાવે છે. હવે યુધ્ધના ધોરણે તેના અંકુશ બાબતે 2030 સુધીમાં ટકાવ પગલા લેવાની જરૂર છે. આ ગ્લોબલ રિપોર્ટના આંકડા મુજબ તો લક્ષ્યાંક હાંસલ નહી થાય તેવું લાગી રહ્યું છે. વાર્ષિક સંક્રમણ અંદાજે પોણાચાર લાખ જેવું છે, તે આંકડો નીચો લાવવો જ પડશે. વિશ્ર્વના 25 દેશોનાં અભ્યાસ મુજબ આ વાયરસના સંક્રમીત વાહકો કલંક અને ભેદભાવનો અનુભવ કરે છે. નવા ચેપમાં 62 ટકા મહિલાઓ અને છોકરીના સમાવેશ થાય છે, જે ગંભીર બાબત છે. આવી જ રીતે ચેપનું પ્રમાણ વધશે તો 2050 સુધીમાં કેસની સંખ્યા બમણી થઈ જશે.
છેલ્લા 20 વર્ષોની એઈડસ નિયંત્રણ કામગીરી જોઈએ તો તેની પ્રગતિ એક સમાન નથી. મુખ્ય વસ્તી અને કિશોરવયની છોકરીઓ, યુવાન સ્ત્રીઓ હજુ પણ નવા ચેપનું ઉચ્ચ જોખમ ધરાવે છે. એચ.આઈ.વી. પ્રતિભાવમાં પ્રગતિ થઈ હોવા છતા, બાળકો હજુ પણ રોગચાળાથી પ્રભાવિત છે. ગત વર્ષે 13 લાખ નવા સંક્રમણ જોવા મળેલ જેમાં છ લાખ ત્રીસ હજાર એઈસ સંબંધીત બિમારીથી મૃત્યુ પામ્યા હતા એઈડસ શરૂ થયો ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધીમાં સાડાચાર કરોડ લોકો મૃત્યુ પામ્યા છે. હાલ એચ.આઈ.વી. સાથે જીવતા લોકોમાં 53 ટકા સ્ત્રીઓ અને છોકરીઓનો સમાવેશ થાાય છે. તેની સાથે જીવતા લોકોમાં 86 ટકા લોકો લોકોને ખબર હતી કે તેને એઈડસ છે 1995માં એચઆઈવી સંક્રમણ ટોચના સ્તરે હતુ જે આજે 60 ટકા ઘટાડા સાથે જોવા મળે છે. ગત વર્ષે નવા તમામ ચેપમાં મહિલાઓનો હિસ્સો 44 ટકા હતો 2010થી બાળકોનાં નવ સંક્રમણમાં 62 ટકાનો ઘટાડો થયો છે, પણ છેલ્લા બે ત્રણ વર્ષોમાં તે પ્રગતિ અટકી ગઈ છે. એચ.આઈ.વી. દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત લાકેોમાં પુખ્તવસ્તી 15 થી 49 વર્ષની વયમાં તેનું વૈશ્ર્વિક સ્તરે ફલાવો 0.8 હતુ. જોકે હાંસિયામાં, ભેદભાવ અને કેટલાક કિસ્સામાં અપરાધી કરણને કારણે લોકોના અમુક જુથોમાં સરેરાશ વ્યાપ વધ્યો છે. પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં 15 થી 24 વર્ષની વયમાં 2.3 ટકા, ગે પુરૂષોમાં 7.7 ટકા, સેકસ વર્કર્સમાં 3 ટકા, ઈન્જેકશન દ્વારા લેવાતા ડ્રગ્સ એડિકટમાં 5 ટકા, ટ્રાન્સજેન્ડરમાં 9.2 ટકા અને જેલમાં બંધ લોકોમાં 1.3 ટકા ઈન્ફેકશનનું પ્રમાણ જોવા મળે છે.
વૈશ્ર્વિક સ્તરે 2023ના નવા ચેપમાં 44 ટકા સ્ત્રીઓ અને છોકરીઓ!
ગત વર્ષે વિશ્ર્વમાં નોંધાયેલા તમામ નવા ચેપમાં 44 ટકા સ્ત્રીઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે. દર અઠવાડીયે 15 થી 24 વર્ષની વયની 4000 કિશોરીઓ અને યુવતીઓ ગત વર્ષે સંક્રમીત થઈ હતી, આ પૈકી 3100 ચેપતો પેટા સહારન આફ્રિકામાં જ થયા હતા. એઈડસ અંકુશ માટે સારવારનાં 95-95-95 પ્રઓજેકટ પૈકી નવા ચેપોમાં 89 ટકાને જ સારવાર મળી છે. નાના બાળકોને ટ્રીટમેન્ટમાંતો 66 ટકા દર્દીઓનો સમાવેશ થાય છે. પુરૂષોમાં પણ હજી 83 ટકા જ સારવાર મેળવી રહ્યા છે. તેના નિયંત્રણના ભંડોળમાં પણ દેશો 7.9 ટકાનો ઘટાડો જોવા મળતો હોવાથી લક્ષ્યાંક હાંસલ થઈ શકતો નથી. દેશો અને પ્રદેશોની વધતી જતી સંખ્યામાં નવા એચ.આઈ.વી. સંક્રમણ સાથે તાત્કાલીક પગલા ભરવા પડશે. કલંક, અપરાધીકરણ અને ઓછા રોકાણને કારણે દેશમાં નવા એચ.આઈ.વી. સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.