જગતના તાત ખેડુતોની આવક બમણી કરવા માટે કાર્યરત મોદી સરકારનું વધુ એક મહત્વપૂર્ણ પગલુ કિસાન ક્રેડિટ કાર્ડની સંખ્યા ડબલ કરીને તેના દ્વારા થતા વ્યવહારો પર ૪ ટકા સુધીનું વળતર અપાશે

કૃષિપ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં ‘જગતનો તાત’ ગણાતા ખેડુતોની હાલત હંમેશા દયનીય રહેવા પામી છે. જેથી, ખેડુતો ખેતીથી દૂર થઈ રહ્યા હોય મોદી સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ નિર્ધારને પરીપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રજૂ થયેલા વચગાળાના બજેટમાં ખેડુતોના ખાતમાં સીધી સહાયની રકમ નાખવાની જાહેરાત થયા બાદ હવે દેશના તમામ ખેડુતોને સરળતાથી લોન સહિતની સહાય મળતી રહે તે માટે કિસાન ક્રેડીટ કાર્ડની સંખ્યા ૬.૯૫ કરોડની ડબલ કરીને લોકસભાની ચૂંટણી પહેલા ૧૪ કરોડ સુધી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના તમામ ખેડુતોને કિસાન ક્રેડીટકાર્ડ આપવાની યોજના હાલ અમલમાં છે. દેશના તમામ ભૂમિ વાહક ખેડુતોને અરજીપત્રક જમા કરાવ્યા બાદ બે જ અઠવાડિયામં ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા ખેડુતો બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતી માટેની જરૂરી તમામ ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. કિશાન ક્રેડીટકાર્ડથી વ્યવહાર કરનાર ખેડુતોને ત્રણથી ચાર ટકાનું વાર્ષિકઈન્સેટીવનો લાભ પણ મળશે.

ધ ઈન્ડીયન બેંક એસોસીએશન દ્વારા ગત સપ્તાહ એ તમામ બેંકો માટે પરિપત્ર બહાર પાડી ખેડુતોના કિશાન ક્રેડીટ કાર્ડ અને પાક ધિરાણ કિશાન ક્રેડીટ કાર્ડ અને પાક ધિરાણ માટેની ૩ લાખ સુધીની મર્યાદાની સહાય માટેની પ્રક્રિયા સરળ બનાવવાના આદેશો આપી દીધા છે. કિસાન ક્રેડીટ કાર્ડના માધ્યમથી ખેડુતોને બેંકમાં તદન વિનામૂલ્યે સેવાઓ પ્રાપ્ત થશે. તેનાથી ખેડુતોને લોન પાક વિમા ધિરાણ જેવા લાભો માટે ક્રેડીટ કાર્ડ પર રૂ.૨ હજારથી ૫ હજાર સુધી ની બચત થશે.

કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશના સત્તા મંડળોને કિશાના ક્રેડીટ કાર્ડની યોજના અંગે મદદરૂપ થવા અને યોજનાને અમલમાં લાવવા માટે જરૂરી સુચનો મોકલવા જણાવ્યું હતુ કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું હતુ કે ખેડુતોને વધુ લાભ આપવા માટે દરેક રાજય સરકારોને વધારાની સ્વાયતતા આપવામાં આવશે. ખેડુતોને જેમ બને તેમ વધુ લાભ થશય તેવો સરકારનો આશય છે.

દેશમં ૬.૯૫ કરોડ ક્રેડીટ કાર્ડમાંથી ૧૪ કરોડ કાર્ડ સુધીનું લક્ષ્ય સાધીને સરકાર દેશભરનાં ખેડુતોને પ્રોત્સાહન આપવા કવાયત કરી રહી છે.

કિશાન ક્રેડીટ કાર્ડ યોજનામાં ખેડુતોમાટે બેંકો તમામ પ્રકારની સેવા નિ:શુલ્ક આપવાથી પ્રત્યેક અરજદારને ૨ થી ૫ હજાર રૂપીયાનો ફાયદો થશે. આ યોજનાને કિશાન જાગૃતિ મંચના પ્રમુખ સુધીર પવારે આવકાર્યું છે. આ ક્રેડીટ કાર્ડથી ખેડુતોને ખીદીમાં વધારાનો લાભ થશે પરંતુ ૪% જેટલા ઉંચા વ્યાજદરની હિમાયત ખેડુતો માટે થોડી મોંઘી ગણાય તેમ જણાવ્યું હતુ દેશના ૧૪ કરોડ ખેડુતોને આ યોજનાનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.