બિલ્ડિંગ એફિસીયન્સી એકસીલેરેટર પર વર્કશોપ યોજાયો.
કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ અને ઈકલી સંસના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ એફિસીયન્સી એક્સીલેરેટર વિષય પર રાજકોટમાં વર્કશોપ યોજાયો. જેનું દિપ પ્રાગટ્ય મેયર ડો. જૈમન ઉપાધ્યાયના હસ્તે કરાયું.
આ વર્કશોપમાં ઉદ્દબોધન કરતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલુ કે, શહેરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તા સમાર્ટ સિટી પ્લાનીંગ ખુબ જ આગળ વધી રહ્યું છે. આવનારા ભવિષ્યમાં રાજકોટ શહેરને સસ્ટેનેબલ, મોર્ડન, એફોર્ડેબલ તા ગ્રીન સિટી બનાવવાનો અમારો લક્ષ્યાંક છે. ગત સાલ અર્બન લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી પ્રોજેક્ટના અંતર્ગત ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી તા લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી તૈયાર કરવા બદલ રાજકોટ શહેરને નેશનલ ર્અ અવર કેપીટલ એવોર્ડ પ્રાપ્ત યો છે. રાજકોટ શહેરમાં પણ સ્માર્ટ સિટી અંતર્ગત કુલ બિલ્ડીંગના ૮૦ ટકા બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો રાજકોટ મહાનગરપાલિકાનો લક્ષ્યાંક છે.
આ વર્કશોપમાં બિલ્ડિંગ એફિસીયન્સી પ્રોજેક્ટસની બેસ્ટ પ્રેક્ટીસ ધરાવતા શહેરોની કામગીરી બાબતે નિષ્ણાંતો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવેલ તેમજ તેમાં હજુ સુધારા લાવવા બાબતે વિગતો સહ ચર્ચા વિચારણા કરવામાં આવેલ. રાજકોટ શહેરને પણ બિલ્ડિંગ એનર્જી એફિસીયન્સી માટે જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ. રાજકોટ શહેર માટે ૧૮ મહિનાના બિલ્ડિંગ એફિસીયન્સી એક્સીલેરેટર પ્લાન પરત્વે, નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી, ચર્ચા વિચારણા કરવામાં આવી હતી