વડાપ્રધાન મોદી સામે વારાણસી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવનાર તેજ બહાદુર યાદવને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે બીએસએફના પૂર્વ જવાનની ઉમેદવારીને ફગાવી દીધી છે. હવે તેજબહાદુર વારાણસી બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. મહત્વનું છે કે તેજબહાદુરના એફિડેવિટમાં ગોટાળા હતા. જેના માટે તેમણે એક પ્રમાણપત્ર જમા કરાવવાનું હતું પરંતુ તેઓ કરી શક્યા ન હતા.
તેજબહાદુરે સોગંદનામામાં સેનામાંથી બરતરફ કરવા અંગેના બે અલગ અલગ કારણો દર્શાવ્યા હતા. તેજબહાદુરે પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી તે દરમિયાન તેમણે સોગંદનામામાં સેનામાંથી બરતરફ કરવા અંગેનું અલગ કારણ બતાવ્યું હતું.
Tej Bahadur Yadav’s nomination for Varanasi rejected, says will move Supreme Court
Read @ANI Story | https://t.co/nifeWGursr pic.twitter.com/rxaiU9uVJW
— ANI Digital (@ani_digital) May 1, 2019
ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ મળતા ફરી વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવતા સોગંદનામામાં અલગ કારણ દર્શાવ્યું હતું. આ અંગે ચૂંટણી પંચે તેમની પાસે જવાબ પણ માગ્યો હતો. ત્યારે તેજબહાદુર EC સમક્ષ સંતોષકારક જવાબ ન આપતાં તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે.