સબ ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ એ 1400 એપિસોડ પૂર્ણ કર્યા છે. વર્ષ 2008 માં શરૂ કરવામાં આવેલ આ શો દરેક વયના લોકોની વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. 9 વર્ષના લાંબા સમય દરમિયાન શોની સમગ્ર ટીમ ખૂબ બદલાઈ ગઈ છે. શોમાં લીડ રોલ પ્લે કરી રહેલા ટીવી એક્ટર Dilip Joshi ખરેખર તેની પર્સનલ જિંદગીમાં ખૂબ અલગ દેખાય છે.
એટલું જ નહીં, દયા ભાભીનું પાત્ર ભજવતી દિશા વકાણી પણ રિયલ લાઈફમાં ઘણી બદલી ચૂકી છે. દિશાના લગ્ન થઈ ગયા છે અને તે તાજેતરમાં બેબીની માતા પણ બની ચૂકી છે.
જેઠલાલ ગડાના બાપુજીનું પાત્ર ભજવતા એક્ટર અમિત ભટ્ટ રિયલ જિંદગીમાં બાપુજીની વયનાં નથી પરંતુ તેઓ યુવાન છે.
9 વર્ષ સુધી ટપુનું પાત્ર ભજવનાર એક્ટર ભવ્ય ગાંધી પણ બહુ મોટા થઈ ચૂક્યા છે અને ભવ્ય શોને અલવિદા પણ કઈ ચૂક્યા છે.
શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવતા એક્ટર શેલેશ લોઢા પણ હવે ઘણા બદલી ગયા છે.
એટલું જ નહીં, મહેતા સાહેબની વાઇફની ભૂમીકા ભજવતી એક્ટર પણ ઘણી બદલી ગઈ છે.