રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જયાં બાલ્યાવસ્થામાં સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશ્વભરનાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આજે લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને એક-એક ખંડમાં ગાંધીજીની હયાતીની અનુભૂતી કરી હોય તેવો આનંદ વ્યકત કર્યો હતો. તારક મહેતાની ટીમનાં સભ્ય બાપુજી ઉર્ફે ચંપકલાલ ગડા, સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે, ટપુ સેનાનાં સભ્ય ટીપેન્દ્ર ગડા, ગોલી, સોનુ સહિતનાં સભ્યોએ મ્યુઝીયમની મુલાકાત લઈ આનંદ વ્યકત કર્યો હતો.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…