પ્રખ્યાત ગુજરાતી નાટય અને હાસ્ય લેખક….
મહેતાજીના મૃત્યુ બાદ તેના શરીરને તબીબી સંશોધન માટે દાનમાં આપ્યું હતું
નાની ઉંમરે સાહિત્યમાં રસ વિકસાવ્યો અને ર૧ વર્ષની ઉંમરે કોલમ લખવાનું શરૂ કર્યુ તેઓ જે લેખ લખતા તે નાના બાળકોથી લઇને વૃઘ્ધોને પણ વાંચવા ગમે
તારત જનુભાઇ મહેતા ભારતીય કટારલેખક, હાસ્ય લેખક અને નાટયકા શ્રેષ્ઠ સ્તંભ માટે જાણીતા હતા. તેમને અનેક હાસ્યના ગુજરાતીમાં અનુવાદ અને અનુકુલન કયુૃ અને તે ગુજરાતી થિયેટરમાં એક જાણીતા વ્યકિત હતા. તેમનો જન્મ ૨૬મી ડીસેમ્બર ૧૯૨૯માં અમદાવાદમાં થયો હતો.
તારક મહેતા ગુજરાતી જૈન સમુદાયમાં થયો હતો. તે ગુજરાતના અમદાવાદમાં રહેતા હતા. તેમણે ખુબ જ નાની ઉંમરે સાહિતયમાં રસ વિકસાવ્યો અને ર૧ વર્ષની ઉંમરે કોલમ લખવાનું શરુ કર્યુ. માર્ચ ૧૯૭૧માં રમુજી કોલમ પ્રથમ વખત સાપ્તાહિક ન્યુઝ મેગેઝીન ચિત્રલેખામાં પ્રકાશિત થઇ હતી. તેમણે જીવનકાળમાં ૮૦ થી વધુ પુસ્તો પ્રકાશીત કર્યા હતા. તેઓ કોલમ માટે ખુબ જાણીતા હતા. દુનિયામાં નાના નાના જે બનાવો બનતા તેને ઘ્યાનમાં લઇને તેના પર લખતા હતા.
સામાન્ય માણસોની વ્યથાને ઘ્યાનમાં લઇને તેઓ ચિંતન કરીને લેખ લખતા હતા. આખુ જીવન લોકો માટે જ કાર્ય કર્યુ હતું. સમાજ, કુટુંબ, આપણી સંસ્કૃતિ, લગ્ન પ્રસંગો વગેરે બનાવ પર પ્રકાશ પાડયો હતો.
ગુગલમાં તારક મહેતા સર્ચ કરવામાં આવે તો સૌથી પહેલા લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જ આવે છે. જે લોકોના જીવનને અનુરુપ બનાવામાં આવી છે. આ સીરીયલ ર૦૦૪માં શરુ કરવામાં આવી હતી જે હજી પણ ચાલુ છે જેને હાલમાં ૩૦૦૦ એપિસોડ પણ પૂર્ણ કર્યા છે.
તેમના લેખો હાસ્ય નિરૂપણમાં પણ કટાક્ષ કરતા હોય તેવી વાત કરતા હતા. તેઓ જે લેખ લખતા તે નાના બાળકોથી લઇને મોટા વૃઘ્ધો લોકોને પણ વાંચવા ગમે તે રીતે લેખો, કોમલ લખતા હતા. આખું જીવન તેમને સામાન્ય માણસની જેમ પ્રસાર કર્યુ હતું. ૧ માર્ચ ૨૦૧૭ના રોજ ૮૭ વર્ષે લાંબી બીમારીને કારણે અવસાન થયું હતું. તેમના પરિવારે તેમના શરીરને તબીબી સંશોધનજ માટે દાનમાં આપ્યું હતું.
તારક મહેતા રચિત સુપ્રસિઘ્ધ નાટકો અને નવલ કથાઓ
મુંબઇમાં મહેમાન- યજમાન પરેશાન, મહેતાના મોંધેરા મહેમાન, આ દુનિયા પુંજાર પોલે, તપુ તપોરી, કૈસે યે જોડી મિલાયે મોર રામ, બીટાજ બટલીબાજ પોપટલાલ તરાજ, અલબેલુન અમેરિકા, વેન્થેલૂન અમેરિકા, સાલો સુંદરલાલ, ચંપુ સુલુની જુગલ બંધી, નવરાણી નોંધપોથી, તારક મહેતાનો તાપુડો, તારક મહેતા ના ઉઘા ચશ્મા, પાન ખાય પોપટલાલ હજાર, નારાજીનું રજનીમુ, એક શામ બોસ કે નામ, હું બોસ અને બનેવી લેડ તેનું ઘર વાસે વગેરે નવલકથાઓ લખી છે. નાટકોમાં જો જો હસીના કડતા, દહપન કી દધ, બંધી મુઠી લખની, એઇ થી ઇમાજ ચલે, એક મુરખને ઇવી તેય, તારક મહેતાની ટીવી નટિકાઓ, તારક મહેતાના એકાંકીયો, તારક મહેતાના પ્રહાીસો, આથ એકનકિયો નાટકો તેમના છે.
તારક મહેતાને મળેલા એવોર્ડ
૨૦૧૧માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ ૨૦૧૫માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરીક એવોર્ડ પદ્મશ્રી રાષ્ટ્રપતિ પ્રણગ મુખર્જીના હસ્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ અર્પણ કર્યો. છેલ્લે ૨૦૧૭માં મૃત્યુ પછી તેમને રમણલાલ નીલકંઠ હસ્યા પારિતોષિક (મરણોતર) એનાયત કર્યા હતા.