‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભવ્ય ગાંધીએ આ શો છોડી દીધો છે. ભવ્ય ગાંધી આ શોમાં ટપુના પાત્રમાં હતો. હવે, આ શોમાં નવો ટપુ લાવવામાં આવ્યો છે. નવા ટપુનું પાત્ર રાજ અનડકટ ભજવશે. જોકે, નવા ટપુડો બિલકુલ તોફાની નહીં હોય.
કોણ છે રાજઃ
19 વર્ષીય રાજ હાલમાં મુંબઈમાં માસ મીડિયા કોલેજમાં બેચલરનું ભણે છે. રાજ મલાડમાં રહે છે. રાજ આ પહેલાં ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘એક રિશ્તા સાંજેદારી કા’માં જોવા મળ્યો હતો. રાજે કહ્યું હતું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ઘણો જ મોટો ફૅન છે. ટપુ હવે બિલકુલ તોફાની નહીં રહે પરંતુ વધુ વિન્રમ તથા સમજદાર જોવા મળશે. તેને આ લોકપ્રિય રોલ ભજવવા મળ્યો, તેને લઈને તે અસિતસરનો ઘણો જ આભાર માને છે. તે અસિત સરને ક્યારેય નિરાશ કરશે નહીં.
રાજ છે લોહાણા પરિવારનોઃ
રાજ અનડકટ મૂળ રાજકોટનો છે. લોહાણા પરિવારના આ દિકરાને ડાન્સિંગ, પેઈન્ટિંગ, સિંગિંગ, ફોટોગ્રાફી તથા એક્ટિંગમાં રસ છે. વધુમાં સીરિયલના નિર્માતાએ કહ્યું હતું કે રાજ ટૂંક સમયમાં જ વીરપુરમાં જલારામબાપાના દર્શન કરવા આવવાનો છે.
શું કહ્યું નિર્માતાએઃ
અસિત મોદીએ એક અખબાર સાથેની વાતચીતાં કહ્યું હતું કે તેઓ છેલ્લાં ઘણાં સમયથી ટપુને લઈને ઓડિશન કરતાં હતાં. અંતે તેમને રાજ મળ્યો. રાજ ઘણો જ ટેલેન્ટેડ કલાકાર છે.
ભવ્ય ગાંધીના નિર્ણયથી દુઃખીઃ
અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ ભવ્ય ગાંધીના શો છોડવાના નિર્ણયથી ઘણાં જ દુઃખ થયું છે. કેટલાંક લોકોના વિરોધ બાદ પણ ભવ્ય ગાંધીને ટપુ તરીકે લેવામાં આવ્યો હતો. ઘણાં લોકોએ કહ્યું હતું કે ટપુ તરીકે ભવ્ય ગાંધી ઘણો જ મોટો છે, તેમ છતાંય તેને લેવામાં આવ્યો પરંતુ તેણે જાણ કર્યાં વગર જ ગુજરાતી ફિલ્મ સાઈન કરી લીધી.
નવા ટપુની આ રીતે થશે એન્ટ્રીઃ
રાજ સીરિયલમાં ટપુના બર્થડે પર એન્ટર થશે. ટપુ સેના કોલેજમાં હશે, ત્યારે ટપુની ધમાકેદાર એન્ટ્રી થશે.