તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ એટલે કે પલક સિંધવાનીનો આ લહેંગા લુક ખૂબ જ સુંદર છે. પલક ખૂબ જ સુંદર લાગી રહી છે, ચાહકોને તેનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તમે પણ તેના લુકમાંથી ટીપ્સ લઈ શકો છો. અભિનેત્રીએ ડીપ નેક લેહેંગા પેહર્યો છે, જેની ડિઝાઇન તમને ખૂબ પસંદ આવે તેવી છે. પલક એ લહેંગા લુક સાથે હળવો મેકઅપ કર્યો છે, અભિનેત્રીનો ઓવરઓલ લુક ખૂબ જ અદભૂત છે. પલક સિંધવાનીએ ટપ્પુ સેનાની સોનુ નામથી ઘર-ઘરમાં જાણીતી થઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રીને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફોટા શેર કરતી રહે છે.