નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફી એશિયાની ફોટોગ્રાફી કોમ્પ્લિટેશન એશિયાની સૌથી પ્રાતિષ્ઠિત પ્રકૃતિ ફોટો સ્પર્ધા છે જે વિશ્વભરના કલાપ્રેમી, વ્યાવસાયિક અને યુવા ફોટોગ્રાફરો દ્વારા એશિયામાં લીધેલા નેચર ફોટોગ્રાફસ પર ધ્યાન કેન્દ્રિત કરતી અને તેનું પ્રદર્શન કરતા ફોટોગ્રાફી સ્પર્ધા છે જેમાં રાજકોટના તપન દિપકકુમાર શેઠ તે 2021 ની આ સ્પર્ધામાં વાઈલ્ડ લાઈફ કેટેગરીમાં તેમના દ્વારા ક્લિક કરાયેલ એશિયાટિક સિંહના ફોટા ને હોનરેબલ મેંશન મળેલ છે.
તપન શેઠ ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહોની તેમની ફોટોગ્રાફી માટે જાણીતા છે. તપન શેઠ એક પ્રકૃતિ અને વન્યજીવન ફોટોગ્રાફ છે. તેમણે તેમના ફોટોગ્રાફ્સ માટે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે, ખાસ કરીને નેચરની બેસ્ટ ફોટોગ્રાફી એશિયા 2016માં વાઈલ્ડ લાઈફ કેટેગરીમાં તેમને પ્રથમ સ્થાન મેળવેલ અને તે પણ એશિયાટિક સિંહ નો ફોટો હતો.
તપન શેઠ ફોટોગ્રાફી કલબ રાજકોટ સાથે પણ જોડાયેલા છે જે રાજકોટમાં ફોટોગ્રાફી શીખવવા માટે છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે.એમનાફોટા તથા વિડિયો જોવા માટે ઈન્સટાગ્રામમાં ઽફિાંફક્ષતવયવિં માં જોઈ શકાશે.