૫૦ જેટલા ભૂતીયા નળ જોડાણ કાપી નખાયા: જસદણમાં પણ મેગા ઝુંબેશ ચલાવવા ઉઠતી માંગ
વિંછીયાના ઓરી ગામે નાયબ કલેકટર તંત્રએ આખુ તંત્ર ઉતારી અને ગ્રામ્યજનોએ લીધેલં ગેરકાયદેસર નળ જોડાણો ૫૦ જેટલા દૂર કર્યા પણ જસદણના ૬૩ જેટલા જુદા જુદા વિસ્તારોના કારખાનાઓ રહેણાંક શૈક્ષણીક સંસ્થાઓ ફલેટો વાડી વિસ્તારોમાં હજારો ભૂતીયા નળ જોડાણ વર્ષોથી છે. શહેરમાં માથાભારે લોકોથી માંડી રાજકારણીઓ સુધીના લોકોના તાબામાં રહેલી જમીનોમાં બબ્બે ઈંચના નળ જોડાણો ગેરકાયદે વર્ષોથી છે.
આ લોકોને સળંગ એક માસ સુધી પાણી ન આવે તો તેમને કયાંય ભરવા જવું પડતુ નતી. અને ગરીબ મધ્યમ વર્ગને પાણી ભરવા માટેના પૂરતા સાધનો ન હોવાથી તેમને દર ત્રીજા દિવસે પાણીની જરૂરીયાત ઉભી થાય છે. ઓરી ગામમાં સરકારી તંત્રએ ૫૦ ગેરકાયદેસર નળ જોડાણ કાપવા આખી ફોજ લગાડી હતી અને કામગીરી કરી હતી.
પરંતુ જસદણમાં હજારોની સંખ્યામાં પાલીકાની ઐસીતૈસી કરી લીધેલા ગેરકાયદે હજારો નળ જોડાણ વર્ષોથી છે. અને કાયદેસર નળ જોડાણ વાળાને બારેમાસનો વેરોભરે છે. છતા મને આઠ દસ દિવસે પાણી મળે છે. ત્યારે જસદણમાં ફોટોશેસન કરી પબ્લીસીટી કરતા રાજકારણીઓ અને તંત્ર વાહકો શહેરમાં ગેરકાયદેસર નળ જોડાણ રદ કરવાની ઝુંબેશ ચલાવે તે આજના સમયની માંગ છે.