જય વિરાણી, કેશોદ
એમ કહેવાય છે કે પૃથ્વી પર ૧૦૦ કરોડ હાથીના વજન જેટલું પ્લાસ્ટિક કચરારૂપે છે. પ્લાસ્ટિકનો નાશ થવામાં વર્ષો લાગી જાય છે. પ્લાસ્ટિક મૂંગા પ્રાણીઓ માટે પણ જોખમી છે, તેમ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે જૈવિક ચીજોનું વિઘટન થઈ જવાને કારણે તે માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક એવી ચીજ છે કે તેનું વિઘટન બહુ જ લાંબા ગાળે થતું હોવાને કારણે તેનો નાશ થતો નથી. અત્યાર સુધીમાં ઉત્પાદિત પ્લાસ્ટિકમાંથી ૭૦ ટકા પ્લાસ્ટિક કચરા રૂપે પૃથ્વી પર છે અને તે મહદઅંશે જમીનમાં દટાયેલું કે નદી નાળામાં ફસાયેલું હશે.
આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધે નહીં તે માટે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેશોદમાં 50 થી નીચેના માઇક્રોનવાળા પ્લાસ્ટીકનું વેચાણ કરતાં વેપારીઓ વિરૂધ્ધ કડક પગલાં ભરી રહી છે. કેશોદમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતા વેપારીઓ વિરુદ્ધ તંત્રની લાલ આંખ કરીને 29 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કર્યું છે. પોલીસે રેડ પાડી પ્લાસ્ટીક વેંચતાં મુકેશભાઇ સાંઇ પાસેથી 8 કિલો પ્લાસ્ટીક કે જેની અંદાજીત કીંમત 1000 થાય છે તે જપ્ત કરી 1000 નો રોકડ દંડ વસૂલ્યો હતો. આમ 2 દિવસ દરમ્યાન પાલીકાએ 29 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું હતું.