પુરવઠા વિભાગની આકરી કાર્યવાહી: 2.44 કરોડનો દંડ

સુરેન્દ્રનગર જીલ્લામાં પુરવઠા વિભાગે ગેરકાનૂની રીતે વેપાર કરતા 29 જેટલા સસ્તા અનાજના વેપારીઓને ઝડપી લીધા હતા. જેમાંથી 16 જેટલા વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ ખોટા ઓટીપીનો ઉપયોગ કરતા હતા.

સસ્તા અનાજના આ 29 દુકાનદારોએ સરકારના ઓનલાઈન સોફટ વેર સાથે ચેડા કરીને એક જ મોબાઈલ નંબરમાંથી એક કરતા વધુ વાર ઓટીપી મેળવી અનાજનો જથ્થો ઉપાડી લીધો હતો. આ બાબતની જાણ ઓનલાઈન રીપોર્ટમાં થઈ હતી. જેમાં એક જ મોબાઈલ નંબરમાંથી 50 થી 60 વાર ઓટીપી મેળવાયો હોવાની વિગતો આવતા ગાંધીનગરથી પણ તપાસ આવી હતી. અને સમગ્ર તપાસ બાદ દુકાનદારોના લાયસન્સ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પુરવઠા વિભાગે કરી હતી. ત્યારે આ તપાસ દરમીયાન સોમવારે તા. 11 જુલાઈના રોજ 16 દુકાનદારો દોષીત ઠરતા તેમના પરવાના કાયમ માટે રદ્દ કરી તેઓને રૂપીયા 2,44,52,695 નો દંડ ફટકારાયો છે.

સુરેન્દ્રનગરના 10, વઢવાણના 2, દસાડાના 3, લખતરના 1 સહિત સસ્તા અનાજની દુકા ધરાવનાર કુલ 16 દુકાનદારોના પરવાના રદ કરવામાં આવ્યા છે. અને કુલ 2.44 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પરવાનો સસ્પેન્ડ થયેલ સસ્તા અનાજની દુકાનો

  • દુકાનદાર : રાઠોડ રંભાબેન દયારામભાઈ (ગામ રાજપર) દંડ : 4,73,922
  • દુકાનદાર : ડાભી રસીકભાઈ ભોપાભાઈ (ગામ સુશીયા) દંડ : 41,24,899
  • દુકાનદાર : સુરેલા બાબુભાઈ રામશીભાઈ (ગામ માનાવાડા) 80,24,590
  • દુકાનદાર : નીલેશભાઈ કાળીદાસભાઈ પુજારા (ગામ લીલાપુર) 94,202
  • દુકાનદાર : મકવાણા સોમાભાઈ ગણેશભાઈ, (ગામ રામપરા) 2,22,214
  • દુકાનદાર : પરમાર કીશનભાઈ કેશુભાઈ (ગામ વઢવાણ) 6,82,821
  • દુકાનદાર : કામદાર હીતેશકુમાર રજનીકાંત 17,38,912
  • દુકાનદાર : કનૈયાલાલ વાધુમલ 1,54,524
  • દુકાનદાર : જીવનધારા ક્ધઝયુમર્સ 7,41,813
  • દુકાનદાર : ચાવડા રણછોડભાઈ તુલસીભાઈ 19,80,081
  • દુકાનદાર : સાહીરાબેન એ. સૈયદ 16,22,250
  • દુકાનદાર : લાલવાણી કમલેશ પરમાનંદભાઈ 16,10,396
  • દુકાનદાર : રાજપર ગૃહ સહકારી મંડળી 11,80,563
  • દુકાનદાર : સોલંકી ભરતભાઈ  5,39,046
  • દુકાનદાર : સીરાઝખાન અનવરખાન પઠાણ 8,11,304
  • દુકાનદાર : નીઝામ કુરેશીભાઈ મહમદભાઈ 4,51,158

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.