અસંખ્ય મૃત્યુ સામે એક જ ડોક્ટર સાચી હકિકતથી તંત્ર અજાણ હોવાની ફરિયાદ
ધ્રાંગધ્રા તાલુકાનાં કોઢ ગામે ટપોટપ પશુઓ મરી જતાં પશુપાલકો ચિંતિત બન્યા છે ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં રોગ લમ્પી હોવાનું તેનાં લક્ષણો પરથી જોવા મળે છે ત્યારે અત્યાર સુધીમાં 160 પશુઓ મોતને ભેટતાં ચકચાર મચી જવા પામી છે, કોઢ ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાનો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે હાલ મોટા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે અને ખેડૂતો પશુપાલકો ચિંતિત છે આ બાબતે પશુ ડોકટર હાલ હાજર ન હોવાનાં કારણે રોગચાળો પશુઓમાં વકર્યો છે અને ટપોટપ મોતને ભેટી રહ્યાં છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવા છતાં હજું કોઈ અધિકારીઓ કોઢ આવેલ નથી અને મૃત પામેલા પશુઓનાં શબથી જો નિકાલ કરવામાં નહીં આવે તો વધુ પ્રમાણમાં ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે.
તો સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આ રોગ નિયંત્રણમાં આવે તેવી માંગણી કરી હતી. હાલ કોઢ ગામે ટપોટપ પશુઓનાં મોત થી પશુપાલકો ચિંતિત બન્યા છે અને પશુઓને બચાવવા માટે ડોક્ટરની ટીમોની માંગણી કરી રહ્યા છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અજાણ હોય તેવું ગ્રામજનોનું કહેવું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે 160 ગાયોના મોત છે છતાં વહીવટી તંત્ર સરકારી ચોપડે માત્ર 18 ગાયોના મોત દર્શાવે છે. ત્યારે વહીવટી તંત્ર ની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના કોંઢ ગામે પશુઓના લંપી વાઈરસના પગલે ટપોટપ મોતથી પશુ પાલકોમાં ચિંતા વ્યાપી છે અને કોંઢ ગામે પશુધન સમયાંતરે સાફ થતું જઈ રહું છે. અસરગ્રસ્ત પશુઓને ઈલાજ પણ મળી ન રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ગામના પશુઓને આ રોગની અસર હોવાના પગલે દૂધ ઉત્પાદનમાં પણ અસર વર્તાઈ રહી છે. ત્યારે બીજી તરફ આર્થિક રીતે પણ પશુ પાલકોને ખોટ નો સામનો કરવો પડી રહ્યો છે.