ડિમોલીશનમાં જિલ્લાભરની પોલીસ ખડકી દેવાઈ: ચુસ્ત બંદોબસ્ત સાથે સપાટો બોલાવી દેવાયો

ગુજરાતના સાબરકાંઠામાં રામ નવમી પર હિંસા બાદ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. પ્રશાસન હિંસામાં સામેલ આરોપીઓના ઘર અને દુકાનો તોડી રહી છે. આ પ્રકરણમાં સોમવારે જ હિંમતનગર વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. તેના પછી આજે સવારે વહીવટીતંત્રની ટીમો બુલડોઝર સાથે આવી પહોંચી હતી અને ગેરકાયદેસર દબાણ કર્યું. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેના માટે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી પર શોભાયાત્રમાં પથ્થરમારો થયો હતો. તે વિસ્તારમાં આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. પાકુ દબાણ તેમજ હંગામી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામા આવી. નગર પાલિકા દ્વારા ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરીને લઈને જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી છે. દબાણ કામગીરી સમયે સિટી સર્વે અધિકારી સહિતનો લોકો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે સાબરકાંઠામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલી રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. આ બબાલ વધી ગઇ અને આગચંપીનો બનાવ બન્યો.

ઘટનાના પગલે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ઉપદ્રવીઓએ પોલીસના વાહનો સહિત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપદ્રવીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં એસપી સહિત એક ડઝન પોલીસકર્મીઓને ઇજા થઈ હતી.

દ્વારા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યૂબના માધ્યમથી કરાયેલાં સર્વેમાં 90% લોકો બુલડોઝર ફેરવવાના સમર્થનમાં !!

Capture 39

Vote 1

‘અબતક’ દ્વારા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ સહિતના સોશ્યલ મીડિયાના માધ્યમો પર ’કોમવાદ અને હિંસા કરતા અસામાજિક તત્વો સામે ગુજરાત સરકારે બુલડોઝરથી કાર્યવાહી કરવી જોઈએ કે નહીં?’ તેવો સર્વે કરાયો હતો. જેમાં સરેરાશ 90% થી વધુ લોકોએ જવાબમાં ’હા’ કહ્યું હતું. સર્વે અનુસાર ફેસબૂક-યુટ્યુબ પર 90% લોકોએ આ બાબતનું સમર્થન કર્યું હતું જ્યારે ટ્વીવર પર તો 100% લોકોએ સમર્થન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામના 91% યુઝર્સે આ બાબતે જવાબ આપતા ’હા’ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.