સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના દરોડા : 1 કરોડનો મુદ્દમાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની રાવ ફરિયાદ બાદ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે અને ગ્રામીણ વિસ્તારમાં સતત કેટલાક દિવસથી ચેકીંગ કામગીરી હાથ ધરાઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા લીંબડી રોડ ઉપરથી ખનીજ ચોરી ઉપર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અંદાજિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ સતત પોતાની કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.
ખનીજ ખાતું સુરેન્દ્રનગરના અધિકારી સોલંકી દ્વારા આપેલ સૂચના અન્વયે અત્રેની જિલ્લા કચેરી સ્ટાફના રોયલ્ટી ઈન્સ. રાહુલભાઈ મહેશ્વરી તથા એમ.એસ નૈતિકભાઈ કણજારીયા સંજયસિંહ મસાણી તેમજ સાહિલભાઈ પાઘડાર દ્વારા સાયલા-લીંબડી હાઇવે ખાતે ચેકીંગ દરમ્યાન કુલ 4 ટ્રકો પકડી સિઝ કરેલ છે.
સીઝ કરેલ વાહનો માં 2 બ્લેક્ટ્રપ તથા 2 સાદિરેતી ખનીજ ગે. કા વહન અન્વયે સિઝ કરેલ જે લીંબડી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલ છે તેમજ વધુમાં તપાસ કરતા મુળી તાલુકાના સાડલા ગામે 1 ટ્રક સાદિરેતી બિન અધિકૃત રીતે વહન કરેલ જે પકડી મુળી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલ છે, આમ આજ ફુલ નાઈટ ચેકીંગ દરમ્યાન કુલ 5 ડન્ફરો પકડી અંદાજિત કુલ 1 કરોડ નો મુદ્દામાલ વિભાગ દ્વારા જપ્ત કરેલ છે.
ત્યારે આ અંગે તમામ મુદ્દામાલ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે, આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જોકે ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ આ દરમિયાન રેડ દરમિયાન ઝડપાયા નથી. કે આ મામલે પણ આગળની કાર્યવાહી લીંબડી પોલીસે હાથ ધરી છે તેવા સંજોગોમાં વધુ એક વખત સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગે સાયલા લીંબડી હાઇવે ઉપર દરોડા પાડી અને ખનીજનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અંદાજીત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.